બોટાદ જિલ્લામાં પાલક માતા પિતા યોજના, મુખ્યમંત્રી બાળ સેવા યોજના, ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન હેઠળના 558 જેટલા બાળકો માટે સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ જિલ્લામાં પાલક માતા પિતા યોજના, મુખ્યમંત્રી બાળ સેવા યોજના, ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન હેઠળના 558 જેટલા બાળકો માટે સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ જિલ્લા કલેક્ટર ડૉ.જીન્સી રોય તેમજ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં આજરોજ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે પાલક માતા પિતા યોજના,મુખ્યમંત્રી બાળ સેવા યોજના,ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન હેઠળનાં બાળકોને સ્વેટર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.દાતા રમેશભાઈ ગાબાણી,વીરડીના સહયોગથી બાળકદીઠ 2 સ્વેટર લેખે કુલ 558 બાળકોને 1,116 જેટલા સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.શિયાળાના પ્રારંભેજ બોટાદ જિલ્લાના બાળકોને સ્વેટરરૂપી હૂંફ મળી
અત્રે ઉલ્લેખનીય છે.કે બોટાદ જિલ્લામાં પાલક માતા પિતા યોજના હેઠળ 460 જેટલા બાળકો યોજનાકીય લાભ મેળવી રહ્યા છે. જ્યારે મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ માતા પિતા બંનેની છત્રછાયા ગુમાવી હોય તેવા 16 બાળકો પણ લાભ મેળવી રહ્યા છે.આ ઉપરાંત ચિલ્ડ્રન ઇન સ્ટ્રીટ સિચ્યુએશન હેઠળના 82 બાળકો માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ અવિરતપણે કામગીરી કરી રહ્યું છે.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.