બોટાદ જિલ્લા સેવા સદનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી સંકલ્પબદ્ધ થયા - At This Time

બોટાદ જિલ્લા સેવા સદનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી સંકલ્પબદ્ધ થયા


(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ જિલ્લા સેવા સદનના સુંદર પરિસરમાં બોટાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારે ૨૦૦૧થી ૨૦૨૪ સુધીની તેમની ૨૩ વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથા લોકો સુધી પહોંચે અને વિકાસલક્ષી પધ્ધતિથી લોકો જાગૃત થાય તે માટે તા.૭ થી ૧૫ ઓક્ટોબર સુધી રાજ્યમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા સેવા સદનના પરિસર ખાતે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી સંકલ્પબદ્ધ થયા હતા. આ અવસરે બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, નિવાસી અધિક કલેક્ટર પી.એલ. ઝણકાત સહિત તમામ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.