ઓવર સ્પીડ’ સામે RTO તંત્રની લાલઆંખ: 174 કેસો કરાયા
રાજકોટ જિલ્લા આરટીઓ તંત્ર દ્વારા છેલ્લા દોઢેક માસથી હાઇવે પર વિવિધ બાબતો સબબ વાહન ચેકીંગની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને આ ચેકીંગ સાથોસાથ આરટીઓ તંત્રએ વિવિધ ક્ષતિઓ બદલ વાહન ધારકો પાસેથી તોતીંગ દંડની વસૂલાત પણ કરી છે.
ખાસ કરીને છેલ્લા દોઢ માસ દરમ્યાન આરટીઓ તંત્ર દ્વારા રાજકોટ જીલ્લાના જુદા જુદા હાઇવે પર ઓવરસ્પીડમાં વાહન ચલાવતા 174 જેટલા વાહન ધારકોને ઝડપી લીધા હતા. ગત નવેમ્બર માસમાં જ આરટીઓ તંત્રએ ઓવર સ્પીડના 131 કેસો કર્યા હતાં ત્યારે ચાલુ માસમાં આજ સુધીમાં 43 જેટલા કેસો કર્યા છે. અને ઓવર સ્પીડ બદલ વાહન ધારક પાસેથી મોટી રકમનો દંડ વસુલાયો છે.
વધુમાં રાજકોટ જિલ્લા આરટીઓ તંત્રના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ ગત નવેમ્બર માસ દરમ્યાન આરટીઓ તંત્રએ બાકી ટેક્સ ઓવરલોડ, ઓવર ડાઇમેન્સન સહિતના જુદા જુદા કુલ 799 કેસો કર્યા હતાં. અને દંડ પેટે રુા. 40.71 લાખની વસુલાત કરી હતી. ગત માસ દરમ્યાન આરટીઓ તંત્રએ ફીટનેશ વિના વાહન ચલાવવાના 46 કેસો કર્યા હતા અને રુા. 2.30 લાખના દંડની વસૂલાત કરી હતી.
જ્યારે બાકી ટેક્સ અંગે 15 કેસો કરી દંડ પેટે રુા. 4.37 લાખની વસુલાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ઓવરલોડના પણ 134 કેસો કરવામાં આવેલ હતા અને રુા. 18.8 લાખની દંડ પેટે વસુલાત કરાઇ હતી. જ્યારે આરટીઓ તંત્રએ ઓવર ડાયમેન્સનના 72 કેસોમાં રુા.4.79 લાખ તથા કલેન્ડેનસ્ટાઇન ઓપરેશનના 56 કેસો કરી રુા. 5.60 લાખ તથા સ્ટીબેલ્ડ, હેલ્મેટ અને ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવા અંગેના 87 કેસો કરી રુા. 44 હજારના દંડની વસૂલાત કરી હતી.
આ ઉપરાંત રીફલેક્ટર રેડીયમ પટ્ટીના 60 કેસ કરી 60 હજારના દંડની વસૂલાત કરાઇ હતી જ્યારે ઓવર સ્પીડના 131 કેસોમાં 2.75 લાખ તેમજ ભયજનક રીતે વાહન ચલાવવાના 13 કેસમાં રુા. 32500 અને પીયુસીના 64 કેસોમાં રુા. 32 હજારના દંડની વસૂલાત કરાઇ હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.