જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આપવામાં આવતા ફોર્ટિફાઇડ ચોખાની તપાસણી કરતા જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયા
જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આપવામાં આવતા ફોર્ટિફાઇડ ચોખાની તપાસણી કરતા જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયા
અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત વિતરણ કરવામાં આવતા ફોર્ટિફાઇડ ચોખાની તપાસણી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા દ્વારા કરવામાં આવી હતી. એન.જી.ઓ. ન્યુટ્રિશ્યિન ઇન્ટરનેશનલ નાગરિક પુરવઠા, આઇ.સી.ડી.એસ, પીએમ પોષણ મધ્યાહન ભોજન સાથે સંકળાઇને ફોર્ટિફાઇડ રાઇસ (ચોખા) માટે જન જાગૃત્તિ આવે તે સહકાર આપી રહ્યા છે. બેઠકમાં ન્યુટ્રિશ્યિન ઇન્ટરનેશનલ-ગાંધીનગર એન.જી.ઓના પ્રતિનિધિ શ્રી મયુરભાઈ અજાણાએ સામાન્ય ચોખા અને ફોર્ટિફાઇડ ચોખા વચ્ચેનો તફાવત જણાવ્યો હતો. જાહેર વિતરણ માટે ઉપયોગમાં લેવામાં આવતા ફોર્ટિફાઇડ ચોખાને અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ તપાસ્યા હતા. તેમણે તે ચોખાની પોષક તત્વો વિશેની વિગતો મેળવી હતી. મહત્વનું છે કે, રાજ્ય સરકારના નાગરિક પુરવઠા વિભાગ દ્વારા નાગરિકોને વિતરણ કરવામાં આવે છે તે ફોર્ટિફાઇડ ચોખા, મીઠું અને તેલમાં આયર્ન, ફોલિક એસિડ, વિટામીન બી-12 સહિતના સૂક્ષ્મ પોષક તત્વો ઉમેરવામાં આવે છે. સામાન્ય ચોખા અને ફોર્ટિફાઇડ ચોખાની સરખામણી એ ફોર્ટિફાઇડ ચોખા અને મીઠું એ આરોગ્યવર્ધક અને તંદુરસ્તીને વધુ મજબૂત બનાવનાર છે. ફોર્ટિફાઇડ ચોખામાં, ફોર્ટિફાઇડ કર્નલ ઉમેરવામાં આવે છે. વધુમાં તેના સંગ્રહની પદ્ધતિ, રાંધવાની રીત અને તેનો સ્વાદ સામાન્ય ચોખા જેવો જ હોય છે.ફોર્ટિફાઇડ અનાજ એટલે શું ?કોઈપણ ખાદ્ય પદાર્થમાં સૂક્ષ્મ પોષક તત્વોનો ઉમેરો કરવો. આમ, ફોર્ટિફાઇડ અનાજ સૂક્ષ્મ પોષક તત્વોથી ભરપૂર હોય છે. સૂક્ષ્મ પોષક તત્વોમાં, આયર્ન કે જેમાં લોહતત્વ સામેલ તે એનિમિયાની ઉણપ દૂર કરી લોહીની શક્તિમાં વધારો કરે છે. જ્યારે ફોલિક એસિડ મગજના વિકાસ માટે, ગર્ભમાંના શિશુના વિકાસ અને રક્ત ઉત્પાદનમાં મદદ કરે છે. આથી ફોલિક એસિડ ખૂબ જ જરુરી તત્વોમાંનું એક તત્વ છે. વિટામીન બી-12 એ શરીરની નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે, મગજની કાર્યક્ષમતા વધારવામાં મદદરુપ આવી રીતે મીઠું પણ ફોર્ટિફાઇડ હોય છે, જેમાં આયોડિનનું પુરતું પ્રમાણ હોવાથી તે ગોઇટર જેવા ગંભીર રોગ સામે રક્ષણ બક્ષે છે. ગુજરાત રાજ્ય સરકારની વિશેષ પહેલ પી.એમ.પોષણ હેઠળ શાળામાં અભ્યાસ કરતાં બાળકોના બપોરના (મધ્યાહન) ભોજનમાં ડબલ ફોર્ટિફાઇડ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે.જિલ્લાના રાશનકાર્ડ ધારકોને ફોર્ટિફાઇડ ચોખા અને મીઠાનો કરવા જિલ્લા કલેકટર શ્રીએ અનુરોધ કર્યો છે. પ્લાસ્ટિક ચોખા હોવા અંગેનો ભ્રમ અને આ સહિતની અફવાઓથી દૂર રહેવા અમરેલી જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ અનુરોધ કર્યો
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.