જૂની અદાવતનો ખાર રાખી બાંધકામના ધંધાર્થી પર બે શખ્સોનો હુમલો - At This Time

જૂની અદાવતનો ખાર રાખી બાંધકામના ધંધાર્થી પર બે શખ્સોનો હુમલો


કાલાવડ રોડ પર દિપક સેંડવીચ નજીક અઠવાડિયા પહેલા બાંધકામના ધંધાર્થીને બે શખ્સોએ ઢીકાપાટુનો મારામારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અઠવાડિયા બાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. યુવકને દિવાળી સમયે કાર અવરટેક કરવા મામલે ઝઘડો થયો હોય તેનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
બનાવ અંગે કેકેવી હોલ નજીક શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા બ્રિજેશ રમેશભાઈ કમાણીએ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પ્રતિપાલસિંહ ગોહિલ અને મીતાંશુ આહિરનું નામ આપ્યું છે, વધુમાં ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.4-12ના રાત્રીના તે પરિવાર સાથે કાર લઈને કાલાવડ રોડ પર દિપક સેન્ડવીચમાં સેન્ડવીચ લેવા માટે ગયો હતો.
ત્યારે ઓર્ડર આપ્યા બાદ કારમાં બેઠો હતો ત્યારે બે શખ્સો આવ્યા હતા અને કારનો દરવાજો ખટખટાવતા તેને દરવાજો ખોલતા જ બને મારામારી કરવા લાગ્યા હતા અને તારી ગાડી નંબર 9033 છે ? અને તારું નામ બ્રિજેશ પટેલ છે ? યુવાને હા પાડતા વધુ ઢીકાપાટુનો મારમારવા લાગ્યા હતા અને કહેતા હતા કે, તે દિવાળીના આગલા દિવસે કાર ઓવરટેક કરવા બાબતે કેમ માથાકૂટ કરી હતી.
તને જાનથી મારી નાખવાનો છે અને તું અમને નિરાંતે ગોતી લેજે અમે કોણ છીએ મારામારી થતા માણસો ભેગા થઇ જતા બંને ત્યાંથી ચાલ્યા હતા અને હું પણ ઘરે આવી ગયો હતો બાદમાં મને આ બંને પ્રતિપાલસિંહ ગોહિલ અને મીતાંશુ આહીર હોવાની ખબર પડતા પરિવારે હિંમત આપતા મેં ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવકની ફરિયાદના આધારે બંને સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.