*ઝાલોદ રીમોવા ઓનલાઇન એપ્લિકેશન સ્કીમ થકી ડબલ પૈસા થવાની ઘેલછામા યુવાધન ફોર્ડના શિકાર બન્યા** - At This Time

*ઝાલોદ રીમોવા ઓનલાઇન એપ્લિકેશન સ્કીમ થકી ડબલ પૈસા થવાની ઘેલછામા યુવાધન ફોર્ડના શિકાર બન્યા**


*ઝાલોદ રીમોવા ઓનલાઇન એપ્લિકેશન સ્કીમ થકી ડબલ પૈસા થવાની ઘેલછામા યુવાધન ફોર્ડના શિકાર બન્યા**

કેટલાક સમયથી ઝાલોદ સહિત આસપાસના અનેક વિસ્તારોમા યુવાધન ઓનલાઈન એપ્લિકેશન રિમોવા થકી પૈસા ઈન્વેસ્ટમેન્ટ કરી પૈસા ડબલ કરવાના શોર્ટકટ રસ્તો અપનાવતા હોવાની વિગતો.પરંતુ અચાનક આ સ્કીમ થકી ફોર્ડનો શિકાર થયા હોવાના અનેકો કિસ્સા પ્રકાશમા આવ્યા છે.આ એપ્લિકેશન થકી અનેક લોકોએ પૈસા ગુમાવ્યા હોવાની વિગતો જણાય આવે છે ત્યારે ભવિષ્યમા આવી લોભામણી એપ્લિકેશન થકી સ્કીમનો અન્ય લોકો શિકારનો ભોગ ના બને અને પોતાની મેહનતના પૈસા ગુમાવવાનો વારો ના આવે તે ખાસ તકેદારી રાખવી આવશ્યક બની છે, તેમજ આવી સ્કીમો અથવા સાયબર ફોર્ડના કિસ્સાઓ દિન -પ્રતિ દિન વધારો થતો જણાય આવે છે, ત્યારે આવી લોભામણી એપ્લિકેશનોમા યુવાનો તેમજ અન્ય લોકો ઉછીના પૈસા અથવા અન્ય રીતે ઈન્વેસ્ટમેન્ટ કરીને ડબલ પૈસા થશે તેવી ધારણા સાથે રોકાણ કર્યા બાદ અચાનક ફોર્ડનો ભોગ બનતા હોય છે અને એપ્લિકેશન બંધ થતા તમામ રકમનો ફોર્ડ બનવા પામતા હોય તેવા સંજોગોમા યુવાનો આવી બાબતે પરિવારનો ડર -ભય અથવા શરમ અનુભવવાના કારણે તેઓ ફોર્ડ થવા છતાય કાયદાકીય સહાય લેવામા સંકોચ અનુભવતા હોય છે, પરંતુ આવી કોઈ પણ લોભ લાલચમા ફસવા કરતા પેહલા તે બાબતે યોગ્ય માહિતી તેમજ ચકાસણી કર્યા બાદ જ રોકાણ કરવુ આવશ્યક છે સાથે જ જો ફોર્ડ થાય તેવા સંજોગોમા પુરાવાના આધારે નજીકના પોલીસ સ્ટેશન ત્વરિત જાણ કરવી જેથી આવા ફોર્ડ સામે કાર્યવાહી તપાસ અને જાગૃતતા આવી શકે...


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.