શેરીમાં બેસવાની ના પાડતાં રાજ ક્રેડીટ શરાફી મંડળીમાં મંત્રી પર પિતા-પુત્રનો છરી-પાઈપથી હુમલો
ગોપાલનગરમાં શેરીમાં બેસવાની ના પાડતાં રાજ ક્રેડીટ શરાફી મંડળીમાં મંત્રી પર પિતા-પુત્ર સહિત ચાર શખ્સોએ છરી-પાઈપથી હુમલો કરતાં સારવારમાં ખસેડવા પડ્યા હતા. ભક્તિનગર પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ગોપાલનગર- 10 માં વિમલ એપાર્ટમેન્ટમાં રહેતાં બળદેવસિંહ ભયલુભા ચુડાસમા (ઉ.વ 42) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ચેતન રાઠોડ, ચેતનના પિતા અને અન્ય બે શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ કરણસિંહજી હાઇસ્કુલની પાસે આવેલ રાજ ક્રેડીટ કો-ઓપરેટીવ શરાફી મંડળીમાં મંત્રી તરીકે છેલ્લા દસ વર્ષથી કામ કરે છે. ગઇ તા.27/11/2024 ના રાત્રીના તેઓ પોતાના ઘર પાસે આવેલ આશાપુરા પાનના ગલ્લેથી ફલેટે જતો હતો ત્યારે શેરીમાં ત્રણથી ચાર છોકરાઓ બેસેલ હતાં.
જેમાં પાછળની શેરીમાં રહેતો મંડપ સર્વિસ ધરાવતો ચેતન રાઠોડ હતો. તેને અહીં શેરીમાંથી મહીલાઓ નીકળતી હોય જેથી તમારી શેરીમાં બેસો અહીં બેસતા નહી તેમ કહેતા ચેતન રાઠોડ તેના ઘરે જતો રહેલ હતો. થોડીવારમાં ચેતન રાઠોડ તથા તેના પિતા બન્ને એકટીવા લઈ તેઓના ફલેટ પાસે આવેલ અને બન્ને જણા બોલાચાલી અને ઝઘડો કરવા લાગેલ જેથી ચેતનના પિતાને ચેતનને સમજાવવાનું કહેતા બન્ને ઉશ્કેરાઇ ગયા હતા અને ઝપાઝપી કરી એકટીવામાંથી છરી કાઢી જમણા ખંભાના ભાગે મારી ઇજા કરેલ હતી.
તે દરમ્યાન શેરીમાંથી બે અજાણ્યા માણસો લોખંડના પાઈપ સાથે ચાલીને આવેલ અને પાઇપથી હુમલો કરી દિધો હતો. તેમજ ચેતનના પિતા તથા એક અજાણ્યા શખ્સે ઢીકા-પાટુનો મારમાર્યો હતો.
ચેતને તેની પાસેની છરીથી હુમલો કરી હાથમાં અને પેટમાં ઇજા પહોંચાડી હતી. તેઓએ રાડારાડી કરતાં ચારેય ત્યાંથી ભાગી ગયેલ હતા. તેઓને ઈજા પહોંચી હોવાથી શરાફી મંડળીના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાને ફોન કરી બોલાવેલ અને કારમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે મહાવ્યથા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.