બીજા રાઉન્ડમાં વધુ 86 હોટલ-રેસ્ટોરન્ટ સીલ કરાયા, ફાયર સેફટીના કામ માટે ખોલી દેવાશે
રાજકોટનાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ દુર્ઘટના બાદ મહાનગરપાલિકાએ ફાયર એનઓસી અને બીયુ સર્ટી મુદ્દે કડક ઝુંબેશ હાથ ધરી કસુરવારો સામે પગલાં લઈ એકમો સીલ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ ફક્ત ફાયર એનઓસી અને બીયુના કામ માટે સીલ ખોલવાની મંજુરી આપે અને છેલ્લા એક માસથી કામગીરી થઈ ગયેલ અચાનક શરૂ કરવામાં આવી છે અને છેલ્લા 36 કલાકમાં ફાયર વિભાગ અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા નવા રીંગરોડ, રૈયા રોડ, નાના મૌવા, સહિતના વિસ્તારોમાં 86થી વધુ હોટલ, રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યા છે. જોકે ફાયરનાં સાધનો ફિટ કરવા કે બીયુ સર્ટિફિકેટ માટે જરૂરી કામગીરી કરવા આ સીલ ખોલી આપવામાં આવશે. પરંતુ વેપાર કરવા દેવામાં આવશે નહીં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.