12 ડિગ્રી તાપમાન વચ્ચે 18 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો, બે દિવસ ઠંડીનો પારો 10થી 13 ડિગ્રી રહેશે - At This Time

12 ડિગ્રી તાપમાન વચ્ચે 18 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો, બે દિવસ ઠંડીનો પારો 10થી 13 ડિગ્રી રહેશે


હજુ બે દિવસ ઠાર અને ઠંડા પવન રહેશે, 30 મિનિટ સૂર્યનારાયણના દર્શન મોડા થયા, મધ્યાહને પણ તડકાની અસર નહિવત.

રાજકોટમાં બુધવારે આખો દિવસ બર્ફિલા અને ઠંડા પવનોને કારણે શીતલહેર રહી હતી. પવન 18 કિ.મી.ની ઝડપે ફૂંકાયો હતો. ઠંડી અને ઠારને કારણે લોકો ઠૂંઠવાયા હતા. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ કાલ સુધી આવું જ વાતાવરણ રહેશે. પવનની ગતિ તેજ રહેશે અને લઘુતમ તાપમાન 10થી 13 ડિગ્રીની વચ્ચે નોંધાશે. ઠંડા પવનો હોવાને કારણે તડકાની અસર પણ નહિવત રહી હતી. મધ્યાહને પણ તડકો કૂણો લાગતો હતો. જમીન અને દરિયાઈ હવાના દબાણના તફાવતને કારણે ઠંડા પવનો ફૂંકાયા હોવાનું હવામાન વિભાગ જણાવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.