બોટાદ જિલ્લા ના તુરખા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુટુંબ નિયોજનના કેમ્પનું આયોજન કરવામાં આવેલ - At This Time

બોટાદ જિલ્લા ના તુરખા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુટુંબ નિયોજનના કેમ્પનું આયોજન કરવામાં આવેલ


(અજય ચૌહાણ દ્વારા)
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખા ખાતે તા ૨૦/૧૧/૨૦૨૪ ના રોજ સ્ત્રી નસબંધીના કુટુંબ નિયોજન ના ઓપરેશનના કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જે અંતર્ગત ડો મુકેશ સિંહ સાહેબ દ્વારા કુટુંબ નિયોજન ના ૧૧ લાભાર્થીના ઓપરેશન કરવામાં આવેલ આ કેમ્પને સફળ બનાવવામાં મેડિકલ ઓફિસર ડો આશિષકુમાર વેદાણીના માર્ગદર્શનમાં સ્ટાફ નર્સ નજમાબાનું શેખ અને વનરાજભાઈ રંગપરા તેમજ તમામ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ, તેમજ ચાલુ વર્ષે પ્રા.આ.કેન્દ્ર તુરખા માં ૧૭૯ સ્ત્રી નસબંધી નાં સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવેલ છે, પ્રા.આ.કેન્દ્ર તુરખા ખાતે દર ગુરુવારે સ્ત્રી/પુરુષ નસબંધીનાં કેમ્પ યોજાય છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.