કમોસમી વરસાદ માવઠું થતાં ખેડૂતો ને વળતર ચુકવવા મુખ્યમંત્રી કૃષિ મંત્રી ને રજુઆત કરતાં કરપડા
*કમોસમી વરસાદનું તાત્કાલિક 48-72 કલાકમાં સર્વે કરાવી ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં નક્કી કરેલ રાહત વળતર આપવા રજૂઆત*
*સુરેન્દ્રનગર જીલ્લા કીશાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઈ કરપડા એ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી ને પત્ર લખીને રજુઆત*
રાજ્યમાં ચાલુ મહિનો એટલે કે માર્ચ મહિનાની શરૂઆત થી લઈ અત્યારે ઉતારાર્ધ સુધી સતત કમોસમી વરસાદ ચાલુ જ છે અત્યારે ખેડૂતોની ખરીફ ડુંગળી, ખરીફ કપાસ, શિયાળુ જીરું, ધાણા, ચણા, ઘઉ, ઇસબગુલ, રાયડો, તમાકુ વગેરે અને બાગાયતી પાકોમાં કેરી પાકોમાં કમોસમી વરસાદે ખૂબ જ મોટું નુકસાન કર્યું છે ત્યારે સરકારે સત્વરે ખેડૂતોના પાક ને થયેલ નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરાવવો જોઈએ જેથી કેટલું નુકશાન છે તેનો અંદાજ આવે ને ખેડૂતોને કેટલી સહાય મળવાપાત્ર થશે તે અંદાજ આવે પરંતુ આજે 20 - 20 દિવસના વાણા વીતવા છતાં સરકાર પાસે જવાબ નથી કે ગુજરાતમાં કયા વિસ્તારમાં ક્યા પાકને કેટલું નુકશાન છે
મહોદયશ્રી દુઃખ સાથે કહેવું પડે કે રાજ્યમાં 3 માર્ચ થી 15 માર્ચ સુધી જ્યાં જ્યાં કમોસમી વરસાદ પડ્યો છે ત્યાં પણ હજુ ક્યાંક સર્વે ચાલુ કરાયું છે અને ક્યાંક તો હજુ સુધી કોઈ સર્વે કરવા જ નથી ગયું 20 - 20 દિવસ કોઈ સર્વે કરવા ન જાય તો ખેડૂતો પોતાનો બગડેલો પાક સર્વે ટિમ આવે એની રાહ જોઇને બેસી ન રહે એ પોતાના બગડેલા પાકને ખેતરમાથી હટાવી દે અને જ્યારે સરકારની સર્વે ટિમ 20 દિવસ પછી ખેતરમાં પહોંચે તો ત્યાંરે તો ખેડૂતોએ ખેતરને ખેડી પણ નાખ્યું હોય છે એટલે આપ સાહેબને નમ્ર વિનંતી છે કે યુદ્ધના ધોરણે 48 થી 72 કલાકમાં પાક નુકશાની માટે સર્વે કરાવી લેવો જોઈએ અને થયેલ પાક નુકશાનીનું વળતર ખેડૂતોને મોડામાં મોડું સર્વે પૂરો થયાના 72 કલાક પછી મળી જવો જોઈએ
મહોદય શ્રી 20 ઓગસ્ટ 2020 ના દિવસે પ્રધાનમંત્રી પાકવીમાં યોજના બંધ કરી તેની જગ્યાએ અમલમાં આવેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પછી વર્ષ 2020-22, 2021-22 અને 2022-23 એમ ત્રણ વરસ માં 7 વખત કમોસમી વરસાદ રાજ્ય સરકારના ચોપડે નોંધાયો છે તેની સામે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત એક વખત પણ એક ખેડૂતને પણ એક રૂપિયો પણ સહાય ચુકવવામાં આવી નથી
મહોદયશ્રી મુખ્યમંત્રી અને કૃષિમંત્રી શ્રી આપ સાહેબને નમ્ર અનુરોધ છે કે કૃષિ વિભાગના અધિકારીઓ ના કહેવામાં આવ્યા વગર એક વખત આપ બન્ને સાહેબો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની ગાઈડ લાઇનનો અભ્યાસ કરી જુઓ તેમાં ખાસ આ યોજનાની કલમ "ઘ" ની પેટા કલમ 9 નો અભ્યાસ કરી જુઓ તેમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને એસ. ડી. આર. એફ. બન્ને યોજનાનો લાભ મળવાપાત્ર હશે તો બન્ને યોજનાનો લાભ મળશે
ત્યારે આશ્ચર્ય સાથે સવાલ એ થાય છે કે વર્ષ 2020-21 થી અત્યાર સુધી સરકારે SDRF મુજબ લાભ આપ્યો છે પણ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ ખેડૂતો ને રાતી પાઇ પણ આપી નથી ત્યારે સવાલ એ છે કે મુખ્ય યોજના મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે જેમાં ખેડૂતોને 33% થી 60% સુધી નુકશાન હોય તો પ્રતી હેક્ટર રૂપિયા 20,000 હજાર અને ચાર હેકટરની મર્યાદામાં મળવાપાત્ર છે જ્યારે 60% થી વધારે નુકશાન હોય તો પ્રતી હેક્ટર રૂપિયા 25,000 હજાર અને ચાર હેકટરની મર્યાદામાં મળવાપાત્ર છે આ યોજના મુજબ લાભ આપવાને બદલે બીજી યોજના જે ગૌણ યોજના એટલે કે SDRF યોજના મુજબ દરેક વખતે હેકટરે 13600 અને બે હેકટરની મર્યાદામાં એટલે કે કુલ 27200 રૂપિયા આપી સંતોષ માની બેસી જાય છે જો સરકારના જ ધારા ધોરણો જોઈએ તો ખેડૂતોને ઓછોમાં ઓછા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ 80,000 + SDRF મુજબ 27200 એમ કુલ મળી 1,07,200 રૂપિયા મળવા જોઈએ એની જગ્યાએ માત્ર 27200 આપી સરકાર વાહવાહી લૂંટવા પ્રયત્ન કરે છે આવું શા માટે બને છે
આપ સાહેબને નમ્ર અનુરોધ છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એમ બંને યોજના મુજબ ખેડૂતોને અગાઉનું વળતર સરકાર પાસેથી લેણું નીકળે છે તે વળતર જ્યારે જ્યારે સરકારે ખેડૂતોને SDRF મુજબ વળતર આપ્યું છે ત્યારે ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબનું વળતર સરકાર પાસે લેણું નીકળે છે તે ચૂકવી આપવામાં આવે સરકારના ઉપકાર પોટલાં રૂપે પેકેજોની ખેડૂતોને જરૂર નથી સરકારે બનાવેલા નિયમો અનુસાર ત્રણ વર્ષનું જે લેણું નીકળે છે તે ચૂકવી આપવામાં આવે તો પણ સરકારના અમે ખેડૂતો આભારી રહીશું...
ખેડૂતોની સાથે સાથે જે જે ભાગ્ય કરતા ખેત મજૂરો છે તેના માટે પણ કોઈને કોઈ વળતર સહાયની જોગવાઈ થાય તેવી અપેક્ષા છે તેમ સુરેન્દ્રનગર જીલ્લા કીશાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઈ કરપડા એ જણાવ્યું હતું અને મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી ને પત્ર લખીને રજુઆત કરવામાં આવી હતી
*રામકુભાઈ કરપડા મુળી*
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.