પંચમહાલ જિલ્લામાં વિશ્વ હોમિયોપેથી દિવસ ૨૦૨૪ની ઉજવણી કરાઈ
ચાલુ વર્ષની થીમ“હોમિયો પરિવાર:એક આરોગ્ય,એક કુટુંબ”સાથે આયુષ શાખા,ગોધરા ખાતે કાર્યક્રમ યોજાયો
ગોધરા
પ્રતિ વર્ષે ૧૦ એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવે છે.ચાલુ વર્ષ ૨૦૨૪માં વિશ્વ હોમિયોપેથી દિવસની થીમ“હોમિયો પરિવાર: એક આરોગ્ય,એક કુટુંબ” આધારે ઉજવણી કરાઈ છે.ડૉ.ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનેમેનની જન્મજયંતિના દિવસે હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવે છે.તેઓ જર્મન ડોક્ટર હતા.તેમને હોમિયોપેથીના સ્થાપક કહેવામાં આવે છે.આ દિવસે ડોકટરો અને જેઓ આ માર્ગ પર આધાર રાખે છે તેઓ ડૉ.હેનિમેનને યાદ કરે છે.
પંચમહાલ જિલ્લામાં પણ નિયામકશ્રી આયુષ મંત્રાલયની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુષ શાખા,જિલ્લા પંચાયત પંચમહાલ તથા સરકારી આયુષ હોસ્પિટલ,પોપટપુરાના સંયુક્ત ઉપક્રમે આયુષ શાખા કચેરી,ગોધરા ખાતે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સદર કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લાના મેડિકલ અધિકારીશ્રીઓએ દીપ પ્રાગટ્ય કરી,માલ્યાર્પણ કરી કેક કાપી સૌએ માસ્ટર હેનેમનના ૨૬૯માં જન્મદિવસની ઉજવણી કરી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.આ સાથે હોમીયોપેથી વિશે પરિસંવાદ પણ કર્યો હતો અને સૌ મેડિકલ ઓફિસરોએ પોતાના અનુભવો વ્યકત કર્યા હતા.
આજે હોમિયોપેથી એ વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી દવા છે જે સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે. હોમિયોપેથીના સમર્થકો માને છે કે તે એલર્જી અને આર્થરાઈટિસથી લઈને ડિપ્રેશન અને અસ્વસ્થતા સુધીની સ્થિતિની વ્યાપક શ્રેણીની સારવાર કરી શકે છે.વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં આ અલગ-અલગ દવા પદ્ધતિ વિશે જાગૃતિ લાવવાનો છે,જેથી વધુને વધુ લોકો તેનો લાભ લઈ શકે છે.
રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.