બોટાદ નગરપાલિકા સ્ટાફ તેમજ ડેપોના સ્ટાફ દ્વારા બસ સ્ટેન્ડ અને વર્કશોપ ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે ડ્રાઈવ યોજાઈ 7 દુકાન માલિકો પાસેથી પ્લાસ્ટિક કબ્જે કરી શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ - At This Time

બોટાદ નગરપાલિકા સ્ટાફ તેમજ ડેપોના સ્ટાફ દ્વારા બસ સ્ટેન્ડ અને વર્કશોપ ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે ડ્રાઈવ યોજાઈ 7 દુકાન માલિકો પાસેથી પ્લાસ્ટિક કબ્જે કરી શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ


(ચેતન ચૌહાણ દ્વારા)
"સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા" ના સૂત્ર સાથે સમગ્ર ભારતમાં 17 સપ્ટેમ્બર થી શરૂ થયેલા સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત અનેક સ્થળોએ સફાઈ કરવામાં આવી રહી છે.જે અંતર્ગત બોટાદ નગરપાલિકા સ્ટાફ તેમજ ડેપોના સ્ટાફ દ્વારા બોટાદ બસ સ્ટેન્ડ અને વર્કશોપ ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે ડ્રાઈ ચલાવી પ્લાસ્ટિક ન વાપરવા મુસાફરોને તેમજ સ્થાનિક દુકાનદારોને સમજણ આપવામાં આવી હતી. 7 દુકાન માલિકો પાસેથી પ્લાસ્ટિક કબ્જે કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આ અભિયાનમાં નગરપાલિકાના કર્મયોગીઓ, એસટી નિગમના કર્મચારીશ્રીઓ તેમજ શાંતિ મંગલમ સ્કૂલના બાળકો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.