ડભોઈ - દર્ભાવતિ નગરીમાં ઐતિહાસિક અંબા માતા મંદિરે - At This Time

ડભોઈ – દર્ભાવતિ નગરીમાં ઐતિહાસિક અંબા માતા મંદિરે


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

ત્રિદિવસીય પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો - નગર યાત્રામાં મોટી સંખ્યામાં ભકતજનો ઉપસ્થિત

ઐતિહાસિક ડભોઈ - દર્ભાવતિ નગરનાં કંસારા બજારમાં આવેલ શ્રીમાળી સોની સમાજનાં અંબા માતાનાં મંદિરના પુનઃ નિર્માણનું કાર્ય પૂર્ણ કરાયું છે અને ભવ્ય મંદિર નિર્માણ કરાતાં પુન:પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસ માટે યોજાયેલ. જેમાં ત્રણ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયાં હતાં આ તમામ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભકતજનો જોડાયાં હતાં.
આ ત્રિદિવસીય મહોત્સવ ત્રીજી ફેબ્રુઆરી થી પાંચમી ફેબ્રુઆરી દરમ્યાન યોજાયેલ. જે અંતર્ગત ત્રીજી તારીખે સવારે ૯ કલાકે સુશોભિત વિકટોરિયામાં માં અંબાને બિરાજમાન કરાયાં હતાં અને બેન્ડ વાજાના સંગીતમય સૂરો અને ભક્તિમય ગીતો સાથે માતાજી નગરયાત્રાએ નીકળ્યા હતાં. આ નગરયાત્રા - શોભાયાત્રા નગરનાં મુખય માર્ગો ઉપર નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભકતજનો જોડાયાં હતાં. ભકતજનોએ નગરનાં મુખ્ય માર્ગો ઉપર ખૂબ જ ઉત્સાહથી ભક્તિમય ગરબા ગાયાં હતાં. જેથી શોભાયાત્રાની શાન વધી હતી. ડભોઈ નગરનાં સોની સમાજનાં અગ્રણી વિજયભાઈ જયંતિભાઈ સોનીને ત્યાંથી મંદિરનાં શીખરે સ્થાપિત થનાર કળશોને ખૂબ જ સન્માન સાથે માતાજીની વિકટોરિયામાં બીરાજમાન કરાયાં હતાં અને નિજ મંદિર ખાતે લાવવામાં આવ્યાં હતાં.
આ ત્રણ દિવસ દરમ્યાન નિજ મંદિર ખાતે વિવિધ ધાર્મિક વિધિ, વિધાનો અને યજ્ઞની આહુતિ, નવીન કળશ પ્રસ્થાન, નવીન ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો સાથે માં અંબાને આ મંદિરમાં પુનઃ પ્રસ્થાપિત કરવાની વિધિ ખૂબ જ ધૂમધામથી પૂર્ણ કરવામાં આવી હતી. પાંચમી તારીખના રવિવારનાં રોજ સાંજે સોનીની વાડી ખાતે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ. જેનો લાભ ભકતજનો મોટી સંખ્યામાં લીધો હતો.
આ સમગ્ર પુન :પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સોની સમાજનાં તમામ જ્ઞાતિજનો સાથે વિવિધ સમાજનાં આગેવાનો, ભકતજનો અને પ્રતિષ્ઠિત નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાયાં હતાં અને ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર મહોત્સવ ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.