મૂવી રિવ્યૂ- રૌતુ કા રાઝ:સસ્પેન્સથી ભરપૂર ફિલ્મમાં નવાઝુદ્દીની એક્ટિંગ શાનદાર, રાજેશ કુમારે પણ આપ્યો ભરપૂર સાથ - At This Time

મૂવી રિવ્યૂ- રૌતુ કા રાઝ:સસ્પેન્સથી ભરપૂર ફિલ્મમાં નવાઝુદ્દીની એક્ટિંગ શાનદાર, રાજેશ કુમારે પણ આપ્યો ભરપૂર સાથ


એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી 'કહાની', 'રઈસ' અને 'રાત અકેલી હૈ' પછી ફરી એકવાર ફિલ્મ 'રૌતુ કા રાઝ'માં પોલીસના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Zee5 પર સ્ટ્રીમ થઈ છે. મર્ડર મિસ્ટ્રી પર આધારિત આ ફિલ્મની લેન્થ 1 કલાક 55 મિનિટ છે. દિવ્ય ભાસ્કરે ફિલ્મને 5માંથી 2.5 સ્ટાર રેટિંગ આપ્યું છે. શું છે ફિલ્મની વાર્તા?
ફિલ્મની વાર્તા ઉત્તરાખંડના બેકગ્રાઉન્ડ પર આધારિત છે. ઉત્તરાખંડના નાનકડા શહેર રૌતુમાં ચાલતી એક અંધ શાળાની વોર્ડન સંગીતા (નારાયણી શાસ્ત્રી)નું અચાનક મૃત્યુ થાય છે. વોર્ડનનું મૃત્યુ શરૂઆતમાં કુદરતી મૃત્યુ હોવાનું માનવામાં આવે છે. પરંતુ બાદમાં આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની હતી. આ ઘટના કુદરતી મૃત્યુ અને હત્યા વચ્ચે ગૂંચવાઈ જાય છે. આ રહસ્યને ઉકેલવા માટે તપાસ અધિકારી દીપક નેગી (નવાઝુદ્દીન સિદ્દીકી) તેમની ટીમ સાથે નીકળે છે. હત્યાની શંકા અંધ શાળાના ટ્રસ્ટી મનોજ કેસરી (અતુલ તિવારી) ઉપર પણ આવે છે. તપાસ દરમિયાન ખબર પડી કે પાયલ નામની છોકરી સ્કૂલમાંથી ગુમ છે. ઈન્સ્પેક્ટર દીપક નેગી પણ આ બાબતને લઈને થોડા અંગત બની જાય છે. વોર્ડનનો હત્યારો કોણ છે? વોર્ડનની હત્યા શા માટે કરવામાં આવી? ઇન્સ્પેક્ટર દીપક નેગી આ હત્યાનું રહસ્ય કેવી રીતે ઉકેલે છે? આ જાણવા માટે તો તમારે ફિલ્મ જોવી પડશે. સ્ટારકાસ્ટની એક્ટિંગ કેવી છે?
નવાઝુદ્દીન સિદ્દીકીએ તપાસ અધિકારી દીપક નેગીના રોલમાં ખુબ જ સારું કરવાનો પ્રયાસ કર્યો છે. રાજેશ કુમારે ફિલ્મમાં સબ ઈન્સ્પેક્ટરના રોલમાં છે. નવાઝુદ્દીન અને રાજેશની એક્ટિંગ અને ટાઇમિંગ પરફેક્ટ લાગે છે. અતુલ તિવારી, નારાયણી શાસ્ત્રી અને ફિલ્મના બાકીના કલાકારોએ પોત-પોતાના રોલને ન્યાય કરવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મનું ડિરેક્શન કેવું છે?
આ ફિલ્મનું ડિરેક્શન આનંદ સુરપુરે કર્યું છે. ફિલ્મની વાર્તા અને સ્ક્રીનપ્લે એકદમ નબળું છે. ફિલ્મમાં કેટલાક એવા સીન બતાવવામાં આવ્યા છે જેનો મૂળ વાર્તા સાથે કોઈ તાલમેલ નથી. છેલ્લી પાંચ મિનિટ સિવાય આખી ફિલ્મ બોરિંગ છે. ઇન્વેસ્ટિગેશનના સીનમાં નવાઝુદ્દીને થોડું વધુ રિસર્ચ કરવાની જરૂર હતી. ફિલ્મનું મ્યુઝિક કેવું છે?
આ ફિલ્મમાં એવું કોઈ ગીત નથી જેને સાંભળીને તમને ગણગણવાનું મન થાય. મર્ડર મિસ્ટ્રી અને સસ્પેન્સ વિષય પર બનેલી ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ સારું હોવું જોઈએ, જે સીનને પ્રભાવશાળી બનાવી શકે. પરંતુ આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ કંઈ ખાસ નથી. ફાઈનલી, ફિલ્મ જોવી કે નહીં?
આ ફિલ્મ બળાત્કાર જેવા જઘન્ય અપરાધો પર પ્રશ્નો ઉઠાવે છે અને તે વિકલાંગ બાળકોના સારા ભવિષ્ય સાથે સંબંધિત ઉકેલો પર પણ આધારિત છે. આ એક કારણ છે કે આ ફિલ્મ એકવાર જોઈ શકાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.