માતાને કારકિર્દી અને બાળક વચ્ચે પસંદગી કરવા ફરજ ન પાડી શકાયઃ મુંબઈ HC - At This Time

માતાને કારકિર્દી અને બાળક વચ્ચે પસંદગી કરવા ફરજ ન પાડી શકાયઃ મુંબઈ HC


- ફેમિલી કોર્ટે પતિને રાહત આપતા પત્નીને પોતાની પુત્રીને ભારતથી બહાર લઈ જવા પર રોક લગાવી હતીમુંબઈ, તા. 14 જુલાઈ 2022, ગુરૂવારમુંબઈ હાઈકોર્ટે એક મહત્વનો નિર્ણય સંળાવતા કહ્યું છે કે, કોઈ પણ માતાને કરિયર અને બાળક વચ્ચે કોઈ પણ એકને પસંદ કરવા માટે ફરજ પાડી શકાશે નહીં. હાઈકોર્ટે ફેમિલી કોર્ટના નિર્ણયને રદ કરતા એક મહિલાને પોતાની સાથે બાળકને પોલેન્ડ લઈ જવાની મંજૂરી આપી દીધી છે. આ મહિલા પૂણેની એક કંપનીમાં કામ કરે છે. કંપનીએ તેને પોલેન્ડમાં સીનિયર પોઝિશન ઓફર કરી છે. પતિએ પોતાની પુત્રીના વિદેશ જવા પર વાંધો ઉઠાવ્યો હતો. માતા એન્જિનિયર છે અને તે પોતાની 9 વર્ષની પુત્રી સાથે વર્ષ 2015થી અલર રહે છે. હાઈકોર્ટે જણાવ્યું કે, તે પોતાની દીકરીની સારી રીતે સંભાળ રાખી રહી છે. આવી સ્થિતિમાં આ તેમના અભ્યાસ માટે જરૂરી છે. હાઈકોર્ટના જસ્ટિસ ભારતી ડાંગરની સિંગલ બેન્ચે 8 જુલાઈના રોજ પોતાના આદેશમાં મહિલાને પોતાની સગીર પુત્રી સાથે પોલેન્ડ જવાની અનુમતિ આપી દીધી છે. આ સાથે જ હાઈકોર્ટે કહ્યું કે, દીકરીને પિતાને મળવા પર પણ રોકવામાં નહીં આવે. અદાલતે મહિલાને રજા દરમિયાન પોતાની પુત્રી સાથે ભારત આવવાનો નિર્દેશ આપ્યો છે જેથી તેમના પિતા તેને રૂબરુ પણ મળી શકે. દીકરીની કસ્ટડી માગી હતીમહિલા પોતાના પતિથી છૂટાછેડા લેવા માગે છે. પૂણેની ફેમિલી કોર્ટમાં તેમણે પોતાની સગીર દીકરીની કસ્ટડી માગી હતી. આ સાથે જ અરજદારે પોતાની પુત્રી સાથે પોલેન્જની યાત્રા કરવા અને ત્યાં શિફ્ટ થવાની અનુમતિ માગી હતી પરંતુ પતિએ તોના પર વાંધો ઉઠાવ્યો હતો. ફેમિલી કોર્ટે લગાવી હતી રોકફેમિલી કોર્ટે પતિને રાહત આપતા પત્નીને પોતાની પુત્રીને ભારતથી બહાર લઈ જવા પર રોક લગાવી હતી. આ ઉપરાંત કોર્ટે પત્નીને પોતાના પતિની સહમતિ વગર પુત્રીની સ્કુલ બદલવાનો પણ ઈનકાર કર્યો હતો. હાઈકોર્ટમાં પતિના વકીલે તર્ક આપ્યો કે, જો પુત્રીને તેનાથી દૂર કરવામાં આવી તો બીજીવાર તે તેને નહીં મળી શકશે. આ ઉપરાંત રશિયા અને યુદ્ધની પણ ચર્ચા કરવામાં આવી હતી. કહેવામાં આવ્યું કે, આ યુદ્ધના કારણે પોલેન્ડની સ્થિતિ ખરાબ છે. પરંતુ કોર્ટે કહ્યું કે, તે પત્નીને પોતાના કરિયરને આગળ વધારવાના અવસરને રોકી નહીં શકે. કોર્ટે કહ્યું કે, બાળકી હજુ નાની છે અને નવા વાતાવરણમાં અનુકૂળ થઈ શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.