પાલ રોડ પર ભેંસ આડે આવતા માતા-પુત્ર પટકાયા, માતાનું મોત
- સુરતમાં રખડતાં
ઢોરને લીધે વધુ એકનો ભોગ લેવાયો- બપોરના
સમયે આરટીઓ પાસેથી પસાર થતા હતા ત્યારે અચાનક રોડ ઉપર ભેંસ દોડી આવતા જીવલેણ
અકસ્માતસુરત :રાજ્યમાં
રસ્તાઓ પર રખડતા ઢોરના ત્રાસની ફરિયાદો વચ્ચે અડાજણના પાલ ખાતે ગુરુવારે
બાઈક આગળ ભેંસ આવી જતા માતા-પુત્ર રોડ પર પડી જતા ઇજા થઇ હતી. જેમાં ગંભીર
ઇજા પામેલા માતાનું મોત થયુ હતુ. નવી
સિવિલથી મળેલી વિગત મુજબ પાલનપુર ગામ ખાતે હળપતિવાસ પાસે મહાદેવ ફળિયામાં રહેતા ૫૦
વર્ષીય નંદીબેન સોમાભાઈ રાઠોડ ગુરુવારે
બપોરે પુત્ર મનોજ સાથે ગુરૃવારે સાંજે બાઈક પર કોર્ટમાં જવા નીકળ્યા હતા. તે સમયે
અડાજણના પાલ ખાતે આરટીઓ સામે રોડ પરથી
પસાર થઈ રહ્યાં હતા. ત્યારે તેમની બાઈક આગળ અચાનક એક ભેંસ આવી જતા અકસ્માત સર્જાયો
હતો. જેથી મનોજ અને નંદીબેન રોડ પર પટકાતા ઇજાઓ થઇ હતી. જેમાં ગંભીર ઇજા પામેલા
નંદીબેનને ૧૦૮ એમ્બુલન્સમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં
ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું.
જયારે નંદીબેનને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. નોધનીય છે કે સુરત
શહેરમાં કેટલાક વિસ્તારમાં રખડતાં ઢોરો ત્રાસના લીધે લોકો હેરાન પરેશાન થઇ રહ્યા
હતા. તેવા સમયે પાલનપુરની મહિલાનું મોત થયુ હતુ.
આ અંગે અડાજણ પોલીસે તપાસ શરૃ કરી
છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.