સુરેન્દ્રનગરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો
- સરકારી હોસ્પિટલોમાં રોજના 500 કેસ, ખાનગી હોસ્પિટલોમાં પણ શરદી, ઉધરસ, તાવ, માથા-પેટના દુઃખાવાના દર્દીઓનો ધસારો સુરેન્દ્રનગર : ચોમાસાને રોગચાળાની ઋતુ પણ માનવમાં આવે છે. સુરેન્દ્રનગર શહેર સહિત જીલ્લામાં સતત ચાર-પાંચ દિવસથી વરસાદી વાતાવરણમાં રહેતા કોમન પ્લોટ, ખાનગી પ્લોટ અને નીચાળવાળા વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણી ભરાયા છે. તેમજ સતત ભીના રહેતા રોડ-રસ્તા અને વાદળછાયા વાતાવરણને કારણે ઋતુજન્ય, મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરની સરકારી હોસ્પિટલમાં દરરોજનાં ૪૫૦થી ૫૦૦ કેસ નોંધાઇ રહ્યાં છે. જ્યારે ખાનગી હોસ્પિટલો અને દવાખાનામાં પણ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.શહેર સહિત જીલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. એમાંય ગુરૂવાર-શુક્રવારથી દરરોજ હળવો-ભારે વરસાદ ચાલુ રહ્યો છે. સતત વરસાદને કારણે શેરી-સોસાયટીઓના રોડ-રસ્તા સતત ભીના રહે છે. ઠેરઠેર નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જ રહે છે. ખાનગી પ્લોટો, કોમ પ્લોટોમાં પણ વરસાદી પાણી ભરાયેલા રહે છે. અમુક જગ્યાએ તો ભુગર્ભ ગટર ઉભરાઈને વરસાદી પાણીમાં ભળીને શેરી-સોસાયટીનાં રસ્તાઓ પર ફરી વળતા ગંદકી ફેલાઇ છે. આ ઉપરાંત વાદળછાયુ વાતાવરણ રહે છે જેને કારણે ઋતુજન્ય, મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. ઠેરઠેર ભરાતા વરસાદી પાણી, ગંદકી, કાદવ-કિચડને કારણે મચ્છર, માખી અને જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે. પરિણામે શરદી-ઉધરસ, તાવ, માથા-પેટનો દુઃખાવો જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે. સુરેન્દ્રનગર ખાતે આવેલી મહાત્મા ગાંધી સરકારી હોસ્પીટલમાં દરરોજ ૪૫૦ થી ૫૦૦ ઓ.પી.ડી. નોંધાય છે. જેમાં શરદી, ઉધરસ, તાવ, બાળરોગોનાં કેેસોનો સમાવેશ થાય છે. નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે, વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે, યુધ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. ગાંધી હાસ્પિટલમાં કેસ કાઢવાનો સમય વધારવા માંગસુરેન્દ્રનગરની સરકારી મહાત્મા ગાધી હોસ્પિટલની ઓપીડીમાં સવારના ૧૧-૩૦ વાગ્યા સુધી જ કેસ નોંધવામાં આવે છે. પછી કેસ બારી બંધ થાય છે. જેને કારણે બહારગામથી આવતા ભારે પરેશાની વેઠવી પડે છે. લોકોને હેરાનગતિ થાય છે. તેથી ૧૨ વાગ્યા સુધી કેસ કાઢવામાં આવે અથવા બપોર પછી સાંજે ૪થી ૫ વાગ્યા સુધી ઓપીડી શરૂ કરવા માગણી કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.