સુરતમાં સી.એની બે દિવસ નેશનલ કોન્ફરન્સમાં 1 હજારથી વધુ સી.એ જોડાયા
સુરતવિવિધ વિષયો પર છણાવટ ઃ શિક્ષા અભિયાન હેઠળ મ્યુનિ.ની સ્કૂલના ધો-11 ના વિદ્યાર્થીઓને ભણાવનાર સી.એનું બહુમાનધી
ઈન્સ્ટીટયુટ ઓફ ચાટર્ડ એકાઉન્ટન્ટ સુરત બ્રાંચ દ્વારા આજે તા.13 ઓગષ્ટથી બે દિવસ માટે
સરસાણા કન્વેન્શન સેન્ટર હોલ ખાતે ઓલ ઈન્ડીયા નેશનલ કોન્ફરન્સ-2022નો આરંભ થયો છે. સુરત સી.
એ. બ્રાંચના ચેરમેન સી.એ.નિકેશ કોઠારીએ જણાવ્યું હતું કે, તા.13,14ની કોન્ફરન્સમાં દેશભરથીમાંથી 1000 થી વધુ ચાર્ટડ એકાઉન્ટન્ટ
જોડાયા છે.સુરત બ્રાંચ સાથે ભરુચ, નવસારી અને વાપી બ્રાંચ પણ
આ કોન્ફરન્સમાં જોડાઈ છે.કોન્ફરન્સમાં
મુખ્યત્વે સી.એ.દ્વારા સફળ ઓફીસ-સ્ટાફ મેનેજમેન્ટ,જીએસટી,ઈન્કમ ટેક્સ,ડીજીટલ ટ્રાન્સફોર્મેશન અને ડેટા એનાલીસીસમાં વ્યવસાયિક તકો અને ભારતની
આર્થિક વૃધ્ધિ સાથે સાચી દિશામાં રોકાણ અને વૈશ્વિક સ્તરે સી.એ.ના વ્યવસાયની
ઉજ્જવળ તકો જ ેવા વિવિધ વિષયો પર તજજ્ઞાો પોતાનો અનુભવ સાથે વિશ્લેષણ કરશે. માજી
આઈસીએઆઈ પ્રમુખ સીએ નિલેશ વિકમશે, અતુલ ગુપ્તા, ગુરુપ્રસાદ, રાજીવ ગુપ્તા, કાનન
બહલ, એડવોકેટ કપિલ ગોયલ, ભૂતપુર્વ
બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેન સી.એ જય છૈરા વગેરે પોતાના અનુભવો સાથે તાર્કીક અને
માર્મિક રજુઆત સાથે છણાવટ કરશે. વધુમાં
સુરતના સી.એ.ભેગા મળીને શિક્ષા અભિયાન દ્વારા સુરત મહાનગર પાલિકાનીસ્કુલોના 11માં ધોરણના વિદ્યાર્થીઓને અકાઉન્ટ વિષય ભણાવવાની સેવા આપવાનું ભગીરથ કાર્ય
શરૃ કર્યું છે. જે દરેક સી.એ.ના યોગદાન માટે તેમનું સન્માન પણ કરવામાં આવશે.j
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.