પાણી વહી ગયા છતાં પાળ ન બાંધી શકી ઉદ્ધવ સરકાર: શિવસેનાના 4 ધારાસભ્યોને આસામ લઈ જવાયા - At This Time

પાણી વહી ગયા છતાં પાળ ન બાંધી શકી ઉદ્ધવ સરકાર: શિવસેનાના 4 ધારાસભ્યોને આસામ લઈ જવાયા


- શિવસેનાના ધારાસભ્ય યોગેશ કદમ અને નિર્મલા ગાવીત અને ચંદ્રકાન્ત પાટિલ સુરત પહોંચ્યા હતાસુરત, તા. 22 જૂન 2022, બુધવારએકનાથ શિંદેને લગભગ 33 ધારાસભ્યો અને 7 અપક્ષોનું સમર્થન છે. ગુવાહાટી પહોંચેલા એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે, તેમને અપક્ષ ધારાસભ્યો સહીત 40 ધારાસભ્યોનું સમર્થન છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકાર જોખમમાં મૂકાઈ ગઈ છે. પાણી વહી ગયા છતા પાળ ન બાંધી શકી તેવી સ્થિતિ ઉદ્ધવ સરકારની છે. મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેનાના વધુ 4 ધારાસભ્યો તૂટ્યા છે. શિવસેનાના વધુ 4 ધારાસભ્યો સુરત પહોંચ્યા હતા. શિવસેનાના ધારાસભ્ય યોગેશ કદમ નિર્મલા ગાવીત ,ચંદ્રકાન્ત પાટિલ અને ગોપાલ દલવી સુરત પહોંચ્યા હતા. શિવસેનાના 4 ધારાસભ્યોને સુરતથી આસામ લઈ જવાયા. તમામ ધારાસભ્યોની સુરતની લા મેરેડિયન હોટલ ખાતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ બળવાના કારણે મહારાષ્ટ્રની શિવસેના-એનસીપી-કોંગ્રેસની ગઠબંધનની મહાવિકાસ અઘાડી સરકાર પર કાળા વાદળો છવાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.