મંકીપોક્સ: દિલ્હીમાં વધુ એક કેસ નોંધાયો, દેશમાં કુલ સંખ્યા 6 - At This Time

મંકીપોક્સ: દિલ્હીમાં વધુ એક કેસ નોંધાયો, દેશમાં કુલ સંખ્યા 6


- મંકીપોક્સના કારણે આફ્રીકી દેશોમાં 75 લોકોના મોત થઈ ચૂક્યા છેનવી દિલ્હી, તા. 02 ઓગષ્ટ 2022, મંગળવારરાજધાની દિલ્હીમાં મંકીપોક્સનો વધુ એક કેસ નોંધાયો છે. 35 વર્ષનો આ વ્યક્તિ નાઈઝિરીયાનો છે પરંતુ હાલમાં દિલ્હીમાં રહે છે. તે તાજેતરમાં કોઈ વિદેશ યાત્રા પર પણ નહોતો ગયો. દિલ્હીમાં મંકીપોક્સ વાયરસનો આ બીજો કેસ નોંધાયો છે. બીજી તરફ દેશમાં આ અગાઉ મંકીપોક્સના કુલ 5 કેસોની પુષ્ટિ થઈ છે. તેમાંથી એક દર્દીનું મૃત્યુ થઈ ગયું છે.  મંકીપોક્સના વાયરસે હવે રાજસ્થાનમાં પણ પગપેસારો કર્યો છે. ત્યાં મંકીપોક્સના બે શંકાસ્પદ દર્દી સામે આવ્યા છે. તેમાં પ્રથમ દર્દી અજમેર અને બીજો ભરતપૂરનો છે. બંનેને જયપુરમાં રાજસ્થાન યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ (RUHS) લાવવામાં આવ્યા છે. હાલ દર્દીઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમના સેમ્પલને વધુ તપાસ માટે પુણે મોકલવામાં આવ્યા છે.મંકીપોક્સે એક દર્દીનો જીવ લીધો છેમંકીપોક્સના કારણે ભારતમાં પ્રથમ મૃત્યુની પણ આજે પુષ્ટિ થઈ ગઈ છે. કેરળમાં મૃત્યુ પામેલા 22 વર્ષીય વ્યક્તિ વિશે પુષ્ટિ થઈ છે કે. તેણે મંકીપોક્સ વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ વ્યક્તિ UAEથી પરત ફર્યો હતો. વ્યક્તિનું મૃત્યુ મંકીપોક્સ વાયરસના કારણે થયું છે કે, નહીં તે જાણવા માટે સેમ્પલ NIV પુણેને મોકલવામાં આવ્યા હતા. ત્યાં પરિણામ પોઝિટીવ આવ્યું છે. આ વ્યક્તિનું મૃત્યુ કેરળના Thrissur 30 જુલાઈના રોજ થયું હતું. મંકીપોક્સને લઈને વધતી ચિંતાના કારણે કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. કેન્દ્ર સરકારે ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું છે. તેની અધ્યક્ષતા ડો. વીકે પોલ અને આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ કરી રહ્યા છે. મંકીપોક્સના કારણે વિશ્વમાં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ કેસ નોંધાય ચૂક્યા છે. તે 77 દેશો સુધી ફેલાય ચૂક્યો છે. મંકીપોક્સના કારણે આફ્રીકી દેશોમાં 75 લોકોના મોત થઈ ચૂક્યા છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.