લિકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલ સામે ચાલશે મની લોન્ડરિંગ કેસ:EDને ગૃહ મંત્રાલયે આપી મંજૂરી, દિલ્હી ચૂંટણીના 20 દિવસ પહેલાં નિર્ણય - At This Time

લિકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલ સામે ચાલશે મની લોન્ડરિંગ કેસ:EDને ગૃહ મંત્રાલયે આપી મંજૂરી, દિલ્હી ચૂંટણીના 20 દિવસ પહેલાં નિર્ણય


ગૃહ મંત્રાલયે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવાની મંજૂરી આપી દીધી છે. દિલ્હીના એલજી વિનય સક્સેનાએ પણ કેજરીવાલ પર કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. EDને આ મંજૂરી લેવી પડી, કારણ કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સરકારી કર્મચારીઓ પર કેસ ચલાવવા માટે આવું કરવું પડશે. EDએ ગયા વર્ષે પીએમએલએ કોર્ટમાં કેજરીવાલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. એમાં કેજરીવાલને લિકર પોલિસી કૌભાંડમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. EDને આ મંજૂરી એવા સમયે મળી છે જ્યારે દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પરિણામ 8 ફેબ્રુઆરીએ આવશે. દિલ્હીના એલજી વીકે સક્સેનાએ શનિવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને લિકર પોલિસી મામલે અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી હતી. 5 ડિસેમ્બરે EDએ કેજરીવાલ સામે ટ્રાયલ ચલાવવા માટે LG પાસે પરવાનગી માગી હતી. AAPએ કહ્યું- 2 વર્ષ પછી અને ચૂંટણી પહેલાં શા માટે મંજૂરી? AAP પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું- દેશના ઈતિહાસમાં આ પહેલો એવો કેસ હશે, જેમાં તમે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને જેલમાં ધકેલી દીધા હોય. બંનેને ટ્રાયલ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાંથી પણ જામીન મળ્યા. 2 વર્ષ પછી તમે ટ્રાયલ માટે મંજૂરી આપી અને આ ત્યારે છે જ્યારે ચૂંટણી નજીક છે. ખોટા કેસ દાખલ કરવા, આમ આદમી પાર્ટીના નેતાઓને બદનામ કરવાની તેમની જૂની પદ્ધતિ છે, પરંતુ હવે જનતા બધું સમજી ગઈ છે. જુલાઈમાં ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ હતી, 5 પોઇન્ટમાં આખો કેસ લિકર પોલિસી કેસ- કેજરીવાલે 156 દિવસ જેલમાં વિતાવ્યા કેજરીવાલની 21 માર્ચે EDએ ધરપકડ કરી હતી. 10 દિવસની પૂછપરછ બાદ 1 એપ્રિલે તિહાર જેલમાં મોકલી દેવાયા હતા. 10 મેએ તેમને લોકસભા ચૂંટણીના પ્રચાર માટે 21 દિવસ માટે મુક્ત કરવામાં આવ્યા હતા. 51 દિવસ જેલમાં રહ્યા બાદ તેમને મુક્ત કરાયા હતા. 2 જૂને કેજરીવાલે તિહાર જેલમાં સરેન્ડર કર્યું હતું. આ પછી તેમને 13 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. તેમણે 156 દિવસ જેલમાં વિતાવ્યા. -----------------------------------------------------------------
દિલ્હીના રાજકારણ સાથે સંબંધિત આ સમાચાર પણ વાંચો... કેજરીવાલે શરૂ કરી આંબેડકર શિષ્યવૃત્તિ યોજના, દલિત બાળકોના વિદેશમાં અભ્યાસનો ખર્ચ ઉઠાવશે સરકાર આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે શનિવારે ડૉ. આંબેડકર શિષ્યવૃત્તિ યોજનાની જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યું હતું કે દલિત પરિવારના બાળકના ભણતર અને વિદેશની યુનિવર્સિટીમાં જવાનો ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે. વાંચો સંપૂર્ણ સમાચાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.