“તમારા સ્વજનના અંગોની સ્વર્ગમાં જરૂર નથી પરંતુ પૃથ્વી પર છે” ડોનેટ લાઈફ દ્વારા ઓર્ગન ડોનેટ નો સદેશ આપતો પતંગોત્સવ માં ગૃહમંત્રી શિક્ષણમંત્રી પોલીસ કમિશનર મેયર જિલ્લા કલેકટર સહિત અનેક મહાનુભવો ની ઉપસ્થિતિ
"તમારા સ્વજનના અંગોની સ્વર્ગમાં જરૂર નથી પરંતુ પૃથ્વી પર છે"
ડોનેટ લાઈફ દ્વારા ઓર્ગન ડોનેટ નો સદેશ આપતો પતંગોત્સવ માં
ગૃહમંત્રી શિક્ષણમંત્રી પોલીસ કમિશનર મેયર જિલ્લા કલેકટર સહિત અનેક મહાનુભવો ની ઉપસ્થિતિ
સુરત અંગદાન નો સંદેશ આપતો ડોનેટ લાઈફ નો પતંગોત્સવ યોજાયો પતંગના માધ્યમથી ડોનેટ લાઈફે શહેરીજનોને અંગદાનનો સંદેશો પાઠવ્યો કે
"તમારા સ્વજનના અંગોની સ્વર્ગમાં જરૂર નથી પરંતુ પૃથ્વી પર છે" સુરત ના ડુમસ લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ માં ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પ્રેરક ઉપસ્થિતિ માં અંગદાન અભિયાન નો સંદેશ આપતા પતંગોત્સવ માં અંગદાન થી ઉન્નત યુવાનો એ હર્ષોલ્લાસ ભાગ લીધો અંગદાન પામેલ
પુણેના પ્રકાશે ડોનેટ લાઈફના માધ્યમથી દાનમાં મળેલ સુરત ના સ્વ. ધાર્મિકના હાથ વડે પતંગ ચગાવ્યા, થ્રી વ્હીલ વ્હીકલ ચલાવી સૌને અચંભિત કરી દીધા
૧૯ વર્ષ પહેલા ૧૨ જાન્યુઆરી ૨૦૦૬ના રોજ સુરતથી ગુજરાતનું સૌ પ્રથમ ઈન્ટરસિટી કેડેવરિક કિડનીનું દાન કરનાર સ્વ. જગદીશભાઈ શાહના પરિવારજનોને સન્માનિત કરાયાં ડોનેટ લાઈફ ના સ્થાપક ડો નિલેશ માંડલેવાલા એ અત્યાર સુધી માં ૧૨૫૦ થી વધુ વ્યક્તિ ઓને અંગદાન થી નવ જીવન અર્પિ ચુક્યા છે ડોનેટ લાઈફ દ્વારા યોજાયેલ અંગદાન ના સંદેશ આપતી અનોખી મકરસંક્રાંતિ માં સુરત પોલીસ કમિશનર શ્રી જિલ્લા કલેકટર શ્રી રાજ્ય ના ગૃહમંત્રી હર્ષભાઈ સંધવી શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા મેયર દક્ષેશભાઈ માવણી ભાજપ અગ્રણી રફીકભાઈ હુનાણી અખબારી તંત્રી નિલેશભાઈ જાની સહિત અસંખ્ય મહાનુભવો વચ્ચે અંગદાન થી નવજીવન પામેલ અનેક વ્યક્તિ ઓના ચહેરા ઉપર પૂર્ણતા ના સ્પષ્ટ ભાવ જોઈ શકતા હતા કોઈ ના માં કોઈ નું હદય તો કોઈ ના માં કોઈ ની કિડની લીવર તો કોઈ ના માં કોઈ ના હાથ પગ કે આંખ પ્રત્યાર્પણ થયેલ હોય તેવા અનેક વ્યક્તિ ઉત્સાહભેર પતંગોત્સવ દ્વારા અંગદાન ની મહત્તા પ્રદર્શિત કરતા જોવા મળ્યા હતા કોઈ ગાડી ચલાવી તો કોઈ એ પતંગ ચડાવી હાજર સૌ કોઈ ને અચંભિત કર્યા હતા ૧૨૫૦ થી વધુ વ્યક્તિ ઓના અંગો જરૂરિયાતમંદો માં પ્રત્યાર્પણ નો યજ્ઞ ચલાવતા ડોનેટ લાઈફ ના ડો નિલેશ માંડલે વાલા ની દુરંદેશી એ અનેકો ની લાઈફ પૂર્વવત થઈ અંગદાન અભિયાન ના પ્રણેતા માંડલેવાલા થી સૌ કોઈ પ્રભાવિત થઈ અભિનંદન પાઠવ્યા જીવવા ની જીજીવિષા ની ઝંખના સાથે પરાધીનતા થી પીડિત વ્યક્તિ ઓને સ્વાધીનતા તરફ દોરી જતી આ વંદનીય મુહિમ વ્યાપક બનાવવા વચનબદ્ધ પ્રતિજ્ઞા લેતા મહાનુભવો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.