RSS પ્રમુખ મોહન ભાગવતે ફરકાવ્યો તિરંગો, જાણો લોકોને શું કરી અપીલ - At This Time

RSS પ્રમુખ મોહન ભાગવતે ફરકાવ્યો તિરંગો, જાણો લોકોને શું કરી અપીલ


- આજથી દેશમાં હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થઈનાગપુર, તા. 13 ઓગસ્ટ 2022, શનિવારરાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે હર ઘર તિરંગા અભિયાનને વેગ આપ્યો છે. RSSએ શનિવારના રોજ પોતાના કાર્યાલય ખાતે તિરંગો ફરકાવતો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં સંઘના વડા મોહન ભાગવત તિરંગો ફરકાવી રહ્યા છે અને તેની સાથે જ લખ્યુ હતું કે, સ્વાધીનતા કા અમૃત મહોત્સવ મનાયે, હર ઘર તિરંગા ફહરાયે. રાષ્ટ્રીય સ્વાભિમાન જગાયે.
આ અગાઉ સંઘે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ઉપર તિરંગાનો DP પણ મૂક્યો હતો. મોહન ભાગવતે પણ પોતાનો પ્રોફાઈલ ફોટો બદલીને તિરંગો લગાવ્યો હતો. સંઘ નેતાઓએ હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લેવા માટે પણ અપીલ કરી હતી.  આ પણ વાંચોઃ  આઝાદી કા અમૃત મહોત્સવ: હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે કેટલીક બાબતો ધ્યાન રાખજોકોગ્રેસ પ્રવક્તા જયરામ રમેશે તિરંગા અભિયાનને અનુલક્ષીને નિશાન તાકતા કહ્યું હતું કે, એ લોકો જેમણે આપણા સ્વતંત્રતા સેનાનીઓ સાથે દગો કર્યો, જેમણે આપણા દેશ સાથે દગો કર્યો, જેમણે આપણા સ્વતંત્રતા સંગ્રામ અને ભારત છોડો આંદોલનનો વિરોધ કર્યો, જેમણે અંગ્રેજો માટે કામ કર્યુ, જેમણે અંગ્રેજો પાસે માફી માંગી, આજે તેઓ આપણો 'રાષ્ટ્રીય ધ્વજ' તિરંગો વેચી રહ્યા છે. તિરંગા વેચો પાર્ટી. રમેશે એક પોસ્ટર પણ શેર કર્યું હતું. તેમાં લખ્યું હતું કે, શું તમને ખબર છે? RSSએ તિરંગાનો પણ વિરોધ કર્યો અને બંધારણનો પણ. તમને જણાવી દઈએ કે, આજથી દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનનો આરંભ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે પોતાના બંગલાના ધાબા ઉપર તિરંગો ફરકાવતા જોવા મળ્યા હતા. અમિત શાહ સાથે તેમની પત્ની સોનલ પણ જોવા મળી હતી. દેશભરમાં તિરંગા યાત્રા પણ નીકાળવામાં આવી રહી છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 13થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘરોમાં રાષ્ટ્રીય ધ્વજ લગાવાની અપીલ કરી છે. સાંસ્કૃતિક મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે, આ અભિયાન અંતર્ગત દેશવાસીઓને 20 કરોડથી પણ વધારે તિરંગાઓ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.