‘મોદીજી, મારા પેન્સિલ-રબર, મેગી કેમ મોંઘા કરી દીધા? પેન્સિલ માંગુ તો મમ્મી મારે છે’
- ઉત્તર પ્રદેશની પહેલા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ફરિયાદ કરીલખનૌ, તા. 01 ઓગષ્ટ 2022, સોમવારમોંઘવારી મુદ્દે ઘણું લખાઈ ચુક્યું છે. શાયરો અને કવિઓએ પણ પોતાની રચનાઓ દ્વારા ભાવવધારા મુદ્દે કટાક્ષ કર્યા છે. આ વિષયને સાંકળી લેતી ફિલ્મો ઉપરાંત ગીતો પણ ખૂબ લોકપ્રિય બન્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશની પહેલા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ વિશે ફરિયાદ કરી છે. શું લખ્યું છે પત્રમાંઉત્તર પ્રદેશના કન્નોજ જિલ્લામાં રહેતી બાળકીએ વડાપ્રધાન મોદીને ઉદ્દેશીને લખ્યું છે કે, 'મારૂં નામ કૃતિ દુબે છે. હું ધોરણ-1માં અભ્યાસ કરૂં છું. મોદીજી તમે ખૂબ મોંઘવારી વધારી છે. એટલે સુધી કે, પેન્સિલ-રબર પણ મોંઘા કરી દીધા છે અને મારી મેગીની કિંમતો પણ વધારી દીધી છે. હવે પેન્સિલ માંગુ એટલે મારી મમ્મી મને મારે છે. હું શું કરૂં. બીજા બાળકો મારી પેન્સિલ ચોરી લે છે.'બાળકીએ લખેલા આ પત્રને તેના પરિવાર દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તે ખૂબ જ વાયરલ થયો હતો. બાળકીના પિતા વિશાલ દુબે એક વકીલ છે અને કૃતિ દ્વારા લખવામાં આવેલી 4 લાઈનના કારણે તેઓ યુપીમાં ચર્ચિત બન્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.