આજે કચ્છમાં મોદી મેજિકઃ ભુજમાં બે લાખ મેદની ઉમટશે - At This Time

આજે કચ્છમાં મોદી મેજિકઃ ભુજમાં બે લાખ મેદની ઉમટશે


ભુજ,શનિવારભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. રવિવારની રજામાં કુલ છ કાર્યક્રમોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મોદીના હસ્તે થવાના છે ત્યારે કચ્છમાં મોદી મેદીક છવાયો છે. તમામ કાર્યક્રમો ભુજ શહેરમાં હોવાથી લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ૪,૦૦૦ થી વાધુ પોલીસ કર્મચારીઓને જુદા-જુદા સૃથળોએ તૈનાત કરવામાં આવ્યા છે. કચ્છ ઉપરાંત ગુજરાતના જુદા જુદા શહેરોમાંથી ભાજપના કાર્યકરો, નાગરિકો ભુજમાં બે સૃથળે યોજાનાર કાર્યક્રમમાં ઉમટી પડશે. વડાપ્રધાન સ્મૃતિવનનું લોકાર્પણ કરશે તે પછી કચ્છ યુનિવર્સિટી ખાતેના પાંચ વર્ચ્યૂઅલ લોકાર્પણ કે ખાતમુહૂર્ત કરવા સાથે જાહેરસભાને સંબોધશે. મોદીના રોડ-શો, બે કાર્યક્રમો અને જાહેર સભામાં મળી કુલ બે લાખાથી વધુની મેદની ઉમટી પડશે. કાર્યક્રમો બાદ કચ્છમાં મોદી મેજીક છવાશે.ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૨૮ ઓગસ્ટના સવારે ૯થ૦૦ કલાકે ભુજ શહેરના હવાઈ માથકે આવી પહોંચશે જ્યાંથી તેઓ શહેરના જયનગર લાલન કોલેજ માર્ગ ,જયુબેલી સર્કલ ,જનરલ હોસ્પિટલ માર્ગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર માર્ગ, આરટીઓ સર્કલ થઈને સ્મૃતિ વન સુાધીના માર્ગ પર રોડ શો યોજશે. જ્યાંથી તેઓ ભુજીયા ડુંગરની તળેટીમાં નિર્માણ પામેલ સ્મૃતિવનની મુલાકાત લેશે .  સ્મૃતિવનની મુલાકાત બાદ રોડ માર્ગે કચ્છ યુનિવસટી ની બાજુમાં આવેલા સભા સૃથળે જશે. જ્યાંથી તેઓ સભા પૂર્ણ કરીને પરત હવાઈ માર્ગે જશે.જુદા જુદા માર્ગો પર ૪૦૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે જેમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઇ ,પોલીસ ઇન્સ્પેક્ટર, નાયબ પોલીસ અિધક્ષક ,એસપી, ડીઆઇજી, આઇજી હોમગાર્ડને તેનાત કરવામાં આવી છે  કચ્છ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, જુનાગઢ ,બોટાદ ,ભાવનગર ,જામનગર ,અમદાવાદ , રાજકોટ ,સુરત ,વડોદરાથી પોલીસને બોલાવવામાં આવી છે  ભુજ શહેરની ફરતે જે જે સૃથળોએાથી નરેન્દ્રભાઈ મોદી નીકળવાના છે તે સૃથળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ ભુજ શહેરના મહત્વના નવ જેટલા માર્ગોને રવિવારે સવારથી બપોર સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે  રવિવારે સવારાથી આ તમામ માર્ગો બંધ રહેશે  કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે  બામ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડની ટીમ પણ આવી પહોંચી છે આ ઉપરાંત ચેતક કમાન્ડો પણ તૈનાત  કરાયા છે તેની સાથે સાથે  આજે સાંજે એસપીજી ની ટીમ પણ આવી પહોંચી હતી તેઓએ મોદીજી જે સૃથળે સભાના કરવાના છે તે સૃથળની મુલાકાત લીધી હતી આ ઉપરાંત સ્મૃતિવનની પણ મુલાકાત લીધી હતી  હાલ સમગ્ર ભુજ શહેરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તમામ વાહનોની ચેકીંગ કરવામાં આવી રહી છે આ ઉપરાંત ભુજીયા કિલ્લાની ફરતે અભેદ સુરક્ષા ગોઠવાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.