મોદીએ દિલ્હીની મહિલાઓને કરેલો વાયદો પૂરો કર્યો:કાલથી મળશે ₹2500, રજિસ્ટ્રેશન માટે ખાસ પોર્ટલ; કેટલી આવક-ઉંમર ધરાવતી મહિલાઓને લાભ? - At This Time

મોદીએ દિલ્હીની મહિલાઓને કરેલો વાયદો પૂરો કર્યો:કાલથી મળશે ₹2500, રજિસ્ટ્રેશન માટે ખાસ પોર્ટલ; કેટલી આવક-ઉંમર ધરાવતી મહિલાઓને લાભ?


દિલ્હીની ભાજપ સરકાર 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ મહિલા સમૃદ્ધિ યોજના શરૂ કરવા જઈ રહી છે. આ યોજના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે. આ યોજનાનો લાભ એવી મહિલાઓને મળશે, જેમની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી છે અને જેઓ ટેક્સ નથી ભરતી. આ યોજનાનો લાભ 18થી 60 વર્ષની વયની એવી મહિલાઓને મળશે, જેમની પાસે સરકારી નોકરી નથી અને જેમને અન્ય કોઈ સરકારી નાણાકીય સહાય મળતી નથી. 3 મુદ્દામાં સમજો યોજના સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ બાબતો... આવતા વર્ષે યોજનાનું બજેટ વધારવામાં આવશે
આ યોજના સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે આવતા વર્ષે આ યોજનાના બજેટમાં વધારો કરવામાં આવશે. આ વર્ષે આ યોજના માટે 1 હજાર કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા છે. આનાથી મહિલાઓને પહેલાંથી જ આપવામાં આવતી સહાયમાં કોઈ વિક્ષેપ નહીં આવે. દિલ્હીનાં CMએ કહ્યું- બજેટસત્ર 24-26 માર્ચ વચ્ચે યોજાશે:સૂચનો માટે મેઇલ અને વ્હોટ્સએપ નંબર જાહેર, કહ્યું- અમે દરેક વચન પૂરાં કરીશું દિલ્હી વિધાનસભાનું બજેટસત્ર 24થી 26 માર્ચ દરમિયાન યોજાશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સોમવારે એક પ્રેસ-કોન્ફરન્સમાં આ માહિતી આપી. તેમની સાથે છ કેબિનેટ મંત્રીઓ પણ હાજર હતા. રેખા ગુપ્તાએ બજેટ માટે દિલ્હીના લોકો પાસેથી સૂચનો માગ્યાં છે. સંપૂર્ણ સમાચાર વાંચો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image