સાવધાન/ મોદી સરકાર બેરોજગારોને આપે છે 25,000 રૂપિયા, જોઈ લો શું છે સત્ય હકીકત
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જેના પર કોઇ પણ વસ્તુને વાયરલ થતા વાર નથી લાગતી. છૂટછાટ હોવાને કારણે કોઇ પણ વ્યક્તિ કોઇ પણ વસ્તુ પોસ્ટ કરી દે છે. કેટલાક ઠગ લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ લોકો સાથે છેતરપિંડી કરવા પણ કરે છે. એટલે જરૂરી છે કે ઇન્ટરનેટ પર વાયરલ થતી તમામ વસ્તુઓ પર આપણે આંખ બંધ કરીને ભરોસો ન કરીએ. અમુક વાર સોશિયલ મીડિયા પર એવી માહિતીઓ વાયરલ થાય છે જેને વાંચીને કોઇ પણ વ્યક્તિ અચરજ પામે. હાલમાં પણ એક એવો જ મેસેજ વાયરલ થઇ રહ્યો છે જેને વાંચીને ચોંકી ઉઠ્યા છે.
હાલમાં જે મેસેજ વાયરલ થઇ રહ્યો છે તેમાં કહેવામાં આવ્યુ છે કે ભારત સરકાર તમામ બેરોજગાર લોકોને મહિને 25 હજાર રૂપિયા આપશે. જી હાં તમે બરાબર વાંચ્યુ છે. ખરેખર, આ મેસેજમાં લખવામાં આવ્યુ છે કે કર્મચારી રાજ્ય વીમા નિગમ દેશના તમામ બેરોજગાર લોકોને મહિને 25000 નું ભથ્થુ આપશે. આ મેસેજને એક લેટરહેડ પર લખવામાં આવ્યો છે અને તેના પર કર્મચારી રાજ્ય વીમા નિગમનું નામ પણ લખ્યુ છે જેથી લોકો તેને સાચું માની રહ્યા છે.
જોકે પીઆઇબી ફેક્ટ ચેક વિભાગ દ્વારા આ મેસેજને ફેક ગણાવવામાં આવ્યો છે તેમણે તપાસ કરતા જાણવા મળ્યુ છે કે આ મેસેજની સાથે નીચે એ પણ લખેલું છે કે લોકો પોતાનું નામ લિસ્ટમાં કઇ રીતે ચેક કરે જેથી તેમને ખબર પડે કે આ યોજનાનો લાભ તેમને મળશે કે નહીં. તમને જણાવી દઇએ કે પીઆઅબી ફેક્ટ ચેક લોકોને ફેક મેસેજ અંગે જાગૃત કરે છે અને સમયે સમયે આવા ગેરમાર્ગે દોરતા મેસેજોનો પર્દાફાશ કરે છે.
પીઆઇબી તરફથી જણાવવામાં આવ્યુ છે કે આ મેસેજ સંપૂર્ણપણે ખોટો છે અને સરકાર તરફથી આવી કોઇ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.