મોદી કેબિનેટ 3.0:વિદેશ મંત્રી એસ જયશંકરે ચાર્જ સંભાળ્યો, ચિરાગ પરિવાર સાથે મંત્રાલય પહોંચ્યો; શાહે શહીદ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી
મોદી કેબિનેટમાં વિભાગોના વિભાજન બાદ મંગળવારે એટલે કે, 11 જૂનના રોજ ઘણા મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો હતો. એસ જયશંકરે વિદેશ મંત્રી તરીકે તેમનો બીજો કાર્યકાળ શરૂ કર્યો છે. તેમણે સાઉથ બ્લોકમાં સ્થિત વિદેશ મંત્રાલયમાં પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા. અશ્વિની વૈષ્ણવે રેલવે અને માહિતી પ્રસારણ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો છે. ગિરિરાજ સિંહે કાપડ પ્રધાન, ચિરાગ પાસવાન રમતગમત પ્રધાન, મનોહર લાલ ખટ્ટરે ઊર્જા પ્રધાન તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ પ્રવાસન મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. ગઈકાલે તેમના વિશે એવી ચર્ચા હતી કે તેઓ મંત્રી પદ છોડીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું ચાલુ રાખવા માંગે છે. જો કે બાદમાં સુરેશ ગોપીએ આ સમાચારને ખોટા ગણાવ્યા હતા. અમિત શાહ ચાર્જ સંભાળતા પહેલા નેશનલ પોલીસ મેમોરિયલ પહોંચ્યા હતા. અહીં શહીદ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. હવે તેઓ ચાર્જ સંભાળશે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પહેલા પાર્ટી ઓફિસ જશે. ત્યાંથી તેઓ સ્વાસ્થ્ય મંત્રાલયનો કાર્યભાર સંભાળશે. મોદી કેબિનેટમાં 30 મંત્રીઓ, શાહ-રાજનાથ સહિત 7ના મંત્રાલય રિપીટ... વાંચો કોને કયું મંત્રાલય મળ્યું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.