ગણેશજીનો પ્રસાદ મોંઘો થયો, મોદકની કિંમત ૧૨૦૦ થઇ - At This Time

ગણેશજીનો પ્રસાદ મોંઘો થયો, મોદકની કિંમત ૧૨૦૦ થઇ


અમદાવાદ,રવિવારવિઘ્નહર્તા ભગવાન
ગણેશના પર્વ ગણેશ ચતુર્થીના પર્વને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. બે વર્ષ બાદ
જાહેર ગણેશો દુંદાળા દેવને અતિપ્રિય એવા મોદક, બુંદીના લાડુના પ્રસાદની કિંમતમાં ગત
વર્ષની સરખામણીએ ૨૦ ટકા સુધીનો વધારો થયો છે. અમદાવાદની મીઠાઇની
અનેક દુકાનોમાં પ્રતિ કિગ્રાએ રૃપિયા ૭૦૦થી લઇને રૃપિયા ૧૨૦૦ની કિંમતના મોદક મળી રહ્યા
છે. બીજી તરફ બૂંદીના લાડુની કિંમત પ્રતિ કિગ્રાએ રૃપિયા ૭૮૦, મોતીચુર લાડુની કિંમત
રૃપિયા ૬૮૦ છે. આમ, તેની કિંમતમાં પણ ગત ગણેશ ચતુર્થીની સરખામણીએ નોંધપાત્ર વધારો થયો
છે. આ અંગે અમદાવાદની એક મીઠાઇના વેપારીએ જણાવ્યું કે, 'છેલ્લા એક વર્ષમાં દૂધ-ખાંડની
કિંમતમાં વધારો થયો છે. જેના કારણે મોદક, બૂંદીના લાડુ સહિતની મીઠાઇમાં ગત વર્ષની સરખામણીએ
૧૦ થી ૧૫ ટકાનો વધારો થયો છે. ગત વર્ષે ગણેશ ચતુર્થીમાં મોદકની કિંમત ૫૭પથી ૮૦૦ની આસપાસ
હતી. હવે તે વધીને ૭૦૦થી ૧૨૦૦ થઇ ગઇ છે. 'આ ઉપરાંત પ્રસાદમાં
ઉપયોગમાં લેવામાં આવતી અન્ય મીઠાઇમાંથી કેસર પેંડાની કિંમત રૃપિયા ૭૧૦, સફેદ પેંડાની
કિંમત રૃપિયા ૬૬૦, મલાઇ પેંડા-મથુરા પેંડાની કિંમત રૃપિયા ૭૨૦ થઇ ગઇ છે. ગણેશોત્સવ
વખતે મીઠાઇની કિંમત હજુ વધે તેમ મનાઇ રહ્યું છે. 
ઉલ્લેખનીય છે કે, કોરોના નિયંત્રણમાં આવતા આ વખતે જાહેરમાં ગણેશ ઉત્સવ યોજવા
મંજૂરી આપવામાં આવી છે અને તેના પગલે ભક્તોમાં અનેરો ઉત્સાહ છે.

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.