રાજકોટના પૂર્વ ધારાસભ્ય સિધ્ધાર્થ પરમારે સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરને પત્ર લખ્યો - At This Time

રાજકોટના પૂર્વ ધારાસભ્ય સિધ્ધાર્થ પરમારે સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરને પત્ર લખ્યો


પૂર્વ ધારાસભ્ય સિધ્ધાર્થ પરમાર લખ્યું કે, હું એ આશા સાથે પત્ર લખી રહ્યો છુ કે, આપ એક જવાબદાર અને ભારતીય સંવિધાનનું સન્માન કરતા IPS અધિકારી છો. લોકતંત્રની લાજ રાખશો. ચારે તરફ ભૌતિક સુખ મેળવવા માટે ભ્રષ્ટાચારના કીચડમાં ફસાયેલી ગુજરાતની વ્યવસ્થામાં ઈમાનદારીનો નાનો એવો દીવો લઈને એક યુવાન એડવોકેટ મેહુલ બોધરા જેમને હું જાણતો પણ નથી, છતા એ વાતનો સંતોષ થાય કે ના હજુ બધુ ખતમ નથી થઈ ગયું, જનતાનો અવાજ ક્યાંક ઉઠી રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.