સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ ,સિહોર શ્રીમતી જે.જે મહેતા ગર્લ્સ હાઇસ્કુલ ના સંયુક્ત ઉપક્રમે.. 1 ડિસેમ્બર એટલે વિશ્વ એઈડ્સ દિવસ અંતર્ગત આઈ.સી.ટી.સી.સેન્ટર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી - At This Time

સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ ,સિહોર શ્રીમતી જે.જે મહેતા ગર્લ્સ હાઇસ્કુલ ના સંયુક્ત ઉપક્રમે.. 1 ડિસેમ્બર એટલે વિશ્વ એઈડ્સ દિવસ અંતર્ગત આઈ.સી.ટી.સી.સેન્ટર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી


આજરોજ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ શ્રીમતી જે.જે મહેતા ગર્લ્સ હાઇસ્કુલ ના સંયુક્ત ઉપક્રમે બપોર ના 11.30 કલાકે સિહોર સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સંચાલીત (ICTC) સેન્ટર જે ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા તા.1 ડિસેમ્બર એટલે વિશ્વ એઈડ્સ દિવસ અંતર્ગત પુખ્ત વયની વિદ્યાર્થિની જેમાં ધો.11 અને 12 ની વિદ્યાર્થિની આશરે 700 થી વધુ વિધાર્થિનીઓ ને એઈડ્સ વિષે કાર્યક્રમ ના ભાગ રૂપે સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ ના PLV મેમ્બર હરીશભાઈ પવાર,શ્રીમતી જે, જે, મહેતા ગર્લ્સ હાઇસ્કુલ ના આચાર્યશ્રી દિલીપભાઈ ડાંગર સ્કુલ ના સુપર વાઇઝર આરતીબેન તેમજ સિહોર CHC સેન્ટર ના ICTC સેન્ટર ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીના અધિકારી નયનાબેન વિરાણી તેમજ ભાવનગર ના હેલ્થ પ્રમોટર શૈલીબેન પરમાર ,સિહોર. એસ. ટી વિભાગ ના કંટ્રોલ પોઇન્ટ ના અધિકારી ટી.એલ ગોહિલ સાહેબ સહિત ની ઉપસ્થિતી માં કાર્યક્રમ યોજાયો હતો..... રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.