સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય આગળ કેટલાક લોકો દ્વારા લોકસભાના વિપક્ષનેતા રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચાર તેમજ પૂતળાદહન કરી કોંગ્રેસ કાર્યાલયને નુકસાન કર્યુ હતુ. જે અંગે તાજેતરમાં બી-ડિવીઝન પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી ન કરાઈ હોવાનું માની સોમવારે જિલ્લા પોલીસવડાને કાયદાકીય કાર્યવાહી કરવા લેખિતમાં રજૂઆત કરાઈ હતી. જે પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ, રામભાઈ સોલંકી, ચંદ્રસિંહ ઝાલા, ટી.વી.પટેલ સહિત કોંગ્રેસી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.