પ્રદ્યુમાન પાર્ક રોડ 46.24 ડિગ્રી સાથે સૌથી ગરમ - At This Time

પ્રદ્યુમાન પાર્ક રોડ 46.24 ડિગ્રી સાથે સૌથી ગરમ


રાજકોટ શહેરમાં આ વર્ષે એપ્રિલ મહિનો શરૂ થાય તે પહેલા ગરમીનો ચમકારો દેખાઇ ગયો હતો અને હવે એપ્રિલ શરૂ થવા સાથે હિટવેવની અસર થવા લાગી છે. આ વર્ષે કાળઝાળ તાપ વહેલો વરસવા લાગ્યો છે ત્યારે રાજકોટમાં છેલ્લા ચારેક દિવસથી સરેરાશ તાપમાન કરતા પણ વધુ તાપમાન શહેરના મોટા ભાગના ચોક પર જોવા મળી રહ્યું છે.
મહાપાલિકાના સેન્સર જે જે મુખ્ય રોડ પર મુકવામાં આવ્યા છે તેમાં તાપમાનનો પારો સરેરાશ 43 ડિગ્રી ઉપર જઇ રહ્યો છે. ગઇકાલે તા.4ના રોજ શહેરનું એકંદર તાપમાન હવામાન ખાતામાં 42.9 ડિગ્રી નોંધાયુ હતું ત્યારે મનપા સેન્ટ્રલ ઝોન કચેરી ઢેબર રોડ, પ્રદ્યુમન પાર્ક રોડ ઉપર તો તાપમાનનો પારો 46 ડિગ્રી ઉપર અને કોઠારીયામાં 45 ડિગ્રી ઉપર પહોંચી ગયાનું નોંધાયું હતું.
આ સાથે જ આજે પણ બપોરે તાપમાન ગરમ થયું છે અને ઘણા ચોકમાં તાપમાનનો પારો 35 નજીક અથવા 35 ઉપર પહોંચી ગયો છે. ચાલુ વર્ષે આગાહી મુજબ ગરમી વહેલી શરૂ થઇ અને તાપમાનનો પારો પણ વહેલો ધગ્યો છે. ગત અઠવાડિયે રાજકોટ ગુજરાતના સૌથી ગરમ શહેરોમાં સામેલ હતું.
ભુજ તો દેશના સૌથી હોટ સીટીમાં આવે છે. તે દરમ્યાન રાજકોટમાં પણ તાપમાનનો પારો ચડવા લાગ્યો છે. જેમાં ઘણા ચોક અને રાજમાર્ગ રીતસર ધગધગી રહ્યા છે. રોજ બપોરે 4 વાગ્યા બાદ સૌથી વધુ તાપમાન નોંધાય છે.
તેમાં હરીયાળીવાળા રેસકોર્સ, પ્રદ્યુમન પાર્ક રોડ જેવા વિસ્તારોમાં પણ તાપમાન સરેરાશથી ઉપર નોંધાય છે. આ કારણે ચારેક દિવસથી ભરબપોરે લોકોને રસ્તા પર અગનવર્ષાનો અનુભવ થાય છે.
શહેરમાં સૌથી વધુ ટેમ્પરેચરવાળા વિસ્તારમાં પ્રદ્યુમનપાર્ક આવેલું છે. આ વિસ્તારમાં ગઇકાલે તાપમાનનો પારો 46.24 ડિગ્રી નોંધાયો હતો. તો સેન્ટ્રલ ઝોનમાં ઢેબર રોડ પર આવેલી મનપા કચેરી વિસ્તારમાં 46.22 ડિગ્રી તાપમાન સેન્સરમાં નોંધાયુ હતું.
મોટો ગ્રીન વિસ્તાર ધરાવતા રેસકોર્સ રોડનું તાપમાન પણ 45.82 ડિગ્રી હતું. એટલે કે જે રોડ પર બિલ્ડીંગો સહિત સિમેન્ટના જંગલ છે ત્યાંથી માંડી આજુબાજુમાં હરિયાળી હોય તેવા વિસ્તાર પણ દિવસે ભારે તાપનો સામનો કરી રહ્યા છે.
કોઠારીયા વિસ્તાર પણ ધગધગી રહ્યો છે અને ગઇકાલે બપોરે 3.43 કલાકે તાપમાનનો પારો 45.47 ડિગ્રી પર સ્થિર થયો હતો. કાલાવડ રોડ, શહેરની મધ્યમાં આવેલા અને ટ્રાફિકથી ધમધમતા ત્રિકોણબાગ ચોકમાં તાપમાનનો પારો 44.91 ડિગ્રી હતું. જડ્ડુસ રેસ્ટોરન્ટ ચોકમાં 44.05 ડિગ્રી તાપમાન હતું.
નાના મવા ચોકે 44.3 ડિગ્રી, મહિલા કોલેજ ચોકમાં 44.35, દેવપરામાં 44.18, ડિલકસ ચોકમાં 43.46, ઢેબર રોડના અટીકા માર્ગ પર 42.82, રેલ્વે સ્ટેશન રોડ 41.67, જામટાવર ચોકમાં 44.9, સોરઠીયાવાડીએ 42.85 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આજે તા.5ના બપોરે એક વાગ્યાની વાત કરીએ તો ડિલકસ ચોકમાં 34.1, કોર્પો. ઇસ્ટ ઝોન રોડ પર 33.84 અને સૈન્ટ્રલ ઝોન રોડ પર 36.27, રેસકોર્સ 33.54 અને પ્રદ્યુમન પાર્ક 35.98, કોઠારીયા 34.91, જડ્ડુસ હોટલ ચોક 35.18, દેવપરા 34.96, ત્રિકોણબાગ 35.05, જામટાવર 33.74, નાના મવા સર્કલે 34.97 ડિગ્રી સેલ્સીયસ તાપમાન સેન્સરમાં નોંધાયું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image