પતિ બીજી યુવતી સાથે રહેવા જતો રહ્યો, પત્નીને લાગી આવતા એસિડ પી જીવ દીધો
રાજકોટમાં એક પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. પતિ બીજી યુવતી સાથે રહેવા જતો રહ્યો હતો. પત્નીને આ વાતનું લાગી આવતા એસિડ પી જીવ દીધો હતો. બે સંતાનો મા વિહોણા થતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ, હંસાબેન પરબતભાઇ ડાંગર (ઉં. વ.38, રહે. સર્વોદય સોસાયટી, શેરી નં.4 કોઠારીયા રોડ, રાજકોટ) તા.5 જુલાઈના રોજ પોતાના ઘરે હતા ત્યારે એસિડ પી લીધું હતું. પરિવારના સભ્યોને જાણ થતાં તેણીને પ્રથમ દોશી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ. જ્યાં ચાલુ સારવાર દરમિયાન આજે વહેલી સવારે 7.15 વાગ્યા આસપાસ સારવારમાં જ દમ તોડી દીધો હતો.
આ અંગે ભક્તિનગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો. પરિવારની પૂછપરછ કરતા જાણવા મળેલ કે, હંસાબેનના માતા - પિતા માણાવદરના દગડ ગામે રહે છે. હંસાબેનના પતિ 3 વર્ષ પહેલાં કોઈ અન્ય યુવતી સાથે જતા રહ્યા હતા અને આ યુવતી સાથે જ મેટોડામાં રહે છે. જેથી હંસાબેન તેના સંતાન 1 પુત્ર અને 1 પુત્રી સાથે તેના સાસુ - સસરા સાથે રહેતા હતા.
પણ પતિ અન્ય સ્ત્રી સાથે રહેવા જતા રહ્યા હોય તેને લઈ સતત ચિંતામાં રહેતા હતા. દરમિયાન તા.5 જુલાઈન રોજ પરિવારના સભ્યો કેશોદના ધાબાવડ ગામે મરણ પ્રસંગે ઉત્તરક્રિયામાં ગયા હતા. હંસાબેન ઘરે એકલા હતા ત્યારે આ પગલું ભર્યું હતું. બનાવથી પરિવારમાં ભારે કલ્પાંત છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.