રાજકીય વગ તેમજ સતાના દુરૂપયોગથી વિસાવદર યાડૅની ચૂંટણીમાં ઉમેદવારોને બિનહરીફ બનાવ્યા - At This Time

રાજકીય વગ તેમજ સતાના દુરૂપયોગથી વિસાવદર યાડૅની ચૂંટણીમાં ઉમેદવારોને બિનહરીફ બનાવ્યા


રાજકીય વગ તેમજ સતાના દુરૂપયોગથી વિસાવદર યાડૅની ચૂંટણીમાં ઉમેદવારોને બિનહરીફ બનાવ્યા
વિસાવદર યાડૅની ચૂંટણીમાં નિયમોની ઉપર વટ થઈ અને ગેરલાયક ઉમેદવારોને બિનહરીફ કરાવી લોકશાહીનું ખુલ્લેઆમ ચીરહરણ કરેલ છે.મગફળી કૌભાંડમાં સંડોવાયેલા યાડૅના ડિરેક્ટર વિનુ હપાણીની કુટીલનીતી સાથે મોટા ગજાના નેતાઓએ પોતાના મળતીયાઓની નિમણૂક કરી નાખેલ છે.વિસાવદરની સીટ પર વિધાનસભાની ચૂંટણીમા પરાજીત થયેલા અને વિસાવદર ના ધારાસભ્ય બનવાના સપનાઓ જોતા જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે પોતાનું વર્ચસ્વ જમાવવા અને રાજકીય રાગદ્રેષ સાથે આ મસમોટું ષડયંત્ર કરી અને કેટલાક પોતાના પક્ષના જ રાજકીય ક્ષેત્રે અગ્રણીઓને પણ સાઈડ લાઈન કરી દીધા છે.તેમજ ઉમેદવારી રદ કરવા પોતાના ઘરના નિયમો નાખી અને ચૂંટણી પ્રક્રિયાને કલંકિત કરેલ છે‌.આ માટે આ વિસ્તારમાં અને વિસાવદર યાડૅમા ભારે ચર્ચાનો વિષય બનેલ છે.લાલજી કોટડીયાએ જે વિસાવદર સરપંચ એસોસિયેશનના પ્રમુખ છે તેઓના ઉમેદવારી પત્રક ને રદ કરેલ તો તેને લેખિતમાં રદ કરવાનું કારણ માંગતા કેટલાક અગ્રણીઓ ધાક ધમકી આપી રહ્યા છે અને તેને જાનનું જોખમ હોવાથી પોલીસ રક્ષણ પણ માંગેલ છે તો વિસાવદર પોલીસ સ્ટેશનમાં જેની સામે અરજી કરેલ છે તેઓ ખુલ્લા સાંઢની જેમ ફરી રહ્યા છે ત્યારે યાડૅમા એવી ચર્ચા થાય છે કે શું આ અગ્રણીઓએ પોતે પડદા પાછળ રહી અને પોલીસને નિબૅળ બનાવી છે કે પછી પોલીસની શંકાસ્પદ ભૂમિકા છે.કાયદાના રક્ષકો નેતાઓ આગળ ઝુકીને ચૂપચાપ બેસી રહ્યા છે.આ માટે વિવિધ કાર્યાલયમાં આર.ટી.આઇ. માંગી અને સમગ્ર ચૂંટણીને રદ કરવાની માંગ થઇ રહી છે

રિપોર્ટ મુકેશ રીબડીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.