પોરબંદર ટ્રાફીક પોલીસ દ્વારા બળેજ ગામ ખાતે વાહનચાલકો તથા નાગરિકોને ટ્રાફિક નિયમોની સમજ અપાઈ
સરકારશ્રીની ગુડ સમરીટન,હિટ એન્ડ રન મોટર અકસ્માત યોજનાઓ વિગેરેની જાણકારી આપેલ.
ગોસા(ઘેડ )તા.૦૭/૦૧/૨૦૨૫
પોરબંદર જીલ્લામાં માર્ગ સલામતી માસ-૨૦૨૫ ની ઉજવણી ચાલી રહી છે જે અંતર્ગત પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓના માર્ગદર્શન હેઠળ આજ રોજ માધવપુર હાઈવે બળેજ ગામ ખાતે વાહનચાલકો તથા નાગરિકોને ટ્રાફિક નિયમોનુ ચુસ્તપણે પાલન કરવા સમજ કરવામાં આવેલ અને વાહન અકસ્માત દરમિયાન હેલ્મેટ,સીટ બેલ્ટ પહેરવાથી થતાં ફાયદા તેમજ સરકારશ્રીની ગુડ સમરીટન યોજના અંતર્ગત અકસ્માતમાં ઘાયલ વ્યકિતને "ગોલ્ડન અવર"માં સારવાર અર્થે હોસ્પિટલ કે ટ્રોમા કેર સેન્ટર પહોચાડનાર વ્યકિતને પ્રશંસાપત્ર અને રોકડ પૂરસ્કાર મળવાપાત્ર છે જેની વિગતવાર માહિતી આપવામાં આવેલ હતી,બાદ હિટ એન્ડ રન મોટર અકસ્માત યોજના-૨૦૨૨ અંતર્ગત પીડિત ભોગ બનનારને ગંભીર ઈજામાં રૂપિયા પચાસ હજાર વળતર તથા મૃત્યુના કિસ્સામાં ભોગ બનનારના વારસદારોને રૂપિયા બે લાખ વળતર મળવાપાત્ર છે.જે બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી.બાદ અકસ્માત નિવારવાના ભાગરૂપે વાહનોમાં રિફલેકટર્સ લગાવવાની કામગીરી કરવામાં આવેલ હતી..
આ કામગીરી ટ્રાફિક પી.એસ. આઈ. કે.બી.ચૌહાણ તથા પો. કોન્સ.સંજયભાઈ દુર્ગાઈ, ટી. આર.બી.જવાન કુલદિપભાઈ સરવૈયા, રમેશભાઈ કેશવાલા તથા ડ્રા.મયુરભાઈ બાલશ, ભાવિન મેઘનાથી દ્રારા કરવામાં આવેલ હતી.
રિપોર્ટર:- વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.