જસદણના ભડલી ગામે પ્રેમલગ્નનો ખાર રાખી સુરેશભાઇ ઉપર લાકડીથી હુમલો - At This Time

જસદણના ભડલી ગામે પ્રેમલગ્નનો ખાર રાખી સુરેશભાઇ ઉપર લાકડીથી હુમલો


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણના ભડલી ગામે પ્રેમલગ્નનો ખાર રાખી યુવાન ઉપર બે શખ્‍સોએ લાકડીથી હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભડલી ગામે રહેતા સુરેશભાઇ ઉર્ફે સંજયભાઇ કે વિઠ્ઠલભાઇ બારૈયા (ઉ.વ.ર૮) ઉપર તે જ ગામના વિનુ કરશનભાઇ રાઠોડ તથા તેના પુત્ર અશોકે લાકડીથી હુમલો કરી ઇજા કરી હતી. તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલો કરનારની ભત્રીજીએ ઇજાગ્રસ્‍ત સુરેશભાઇના મિત્ર સાથે પ્રેમલગ્ન કરેલ હોય તેનો ખાર રાખી પિતા-પુત્રએ હુમલો કર્યો હતો. આ અંગે સુરેશભાઇએ સામેવાળા પિતા-પુત્ર સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ કરતા પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.