હાંસોટ ના પાંજરોલી ગામના ખેડૂત ના પુત્ર એ દુબઇ માં એશિયન પાવર લીફ્ટિંગ માં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો કર્યો =દુબઇ ખાતે પાકિસ્તાન ,ઈરાન ઇરાક ,શ્રીલંકા ,અફઘાનીસ્તાન સહીત ના દેશો એ ભાગ લીધો હતો =છેવડા ના પાંજરોલી ગામ તેમજ આસપાસ ના વિસ્તાર માં કોઈ જીમ સેન્ટર નથી =શ્રેયાંસ પટેલે જીમ માટે સુરત ના કોસંબા અને સુરત ખાતે જીમ જોઈન્ટ કર્યું
હાંસોટ ના પાંજરોલી ગામના ખેડૂત ના પુત્ર એ દુબઇ માં એશિયન પાવર લીફ્ટિંગ માં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો કર્યો
=દુબઇ ખાતે પાકિસ્તાન ,ઈરાન ઇરાક ,શ્રીલંકા ,અફઘાનીસ્તાન સહીત ના દેશો એ ભાગ લીધો હતો
=છેવડા ના પાંજરોલી ગામ તેમજ આસપાસ ના વિસ્તાર માં કોઈ જીમ સેન્ટર નથી
=શ્રેયાંસ પટેલે જીમ માટે સુરત ના કોસંબા અને સુરત ખાતે જીમ જોઈન્ટ કર્યું
હાંસોટ તાલુકા ના છેવાડા ના પાંજરોલી ગામ ના ખેડૂત ના પુત્ર એ દુબઇ માં જાન્યુઆરી માસ માં યોજાયેલ એશિયન પાવર લીફટીંગ ચેમ્પીયન શીપ માં 52 કેટેગરી માં 150 કિલોગ્રામ માં પાકિસ્તાન ,ઈરાન શ્રીલંકા ,અફઘાનિસ્તાન ના ખેલાડીઓ ને ટક્કર આપી ને ગોલ્ડ મેડલ હાંસલ કરતા દેશ અને ગામનું ગૌરવ વધાર્યું છે શ્રેયાંસ પટેલ પોતાના વતન પાંજરોલી ગામે પરત ફરતા ગ્રામજનો એ ભવ્ય સ્વાગત કર્યું હતું
ભરૂચ જિલ્લા ના હાંસોટ તાલુકા ના છેવાડા ના પાંજરોલી ગામે રહેતા ખેડૂત ઉપેન્દ્રભાઈ પટેલ નો પુત્ર શ્રેયાંશ પટેલ બી.ઈ.કોમ્પ્યુટર નો અભ્યાસ કરે છે, તેને અકસ્માત નડતા ખભા પાંસળી તૂટી હતી દરમ્યાન તેને જીમ જોઈન્ટ કરવા માટે પિતા ઉપેન્દ્ર ભાઈ ને વાત કરી હતી જો કે પોતાના ગામ તેમજ આસપાસ ના ગામ માં કોઈ જીમ સેન્ટર ન હોવાના કારણે શ્રેયાંશે સુરત ના કોસંબા ગામ ખાતે જીમ જોઈન્ટ કરવાની ઈચ્છા દર્શવાતા પિતા એ જીમ માં જવા ની પરવાનગી આપતા તેને કોસંબા ખાતે જીમ જોઈન્ટ કર્યું સાથે ગામ થી દૂર સુરત ખાતે જીમ જોઈન્ટ કરી ને પાવર લીફટીંગ પસંદ કરી ને પ્રેક્ટીસ શરુ કરી હતી જેમાં તેને સફળતા મળતા તેના કોચ અને ગુજરાત પાવર લીફટીંગ ફેડરેશન ના સેક્રેટરી ફૈઝાન પટેલે તેની કુશળતા જોઈને તેની જમ્મુ ખાતે ગત સપ્ટેમ્બર માં નેશનલ પાવર લીફટીંગ માં પસંદગી કરી હતી જે શ્રેયાંશે બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો દરમ્યાન ઇન્ડિયન પાવર લીફટીંગ ફેડરેશન દ્વારા દુબઇ ખાતે ગત તા 27 અને 28 જાન્યુઆરી ના રોજ એશીયન પાવર લીફટીંગ ચેમ્પિયનશીપ માં પસંદગી કરવામાં આવી હતી આ એશીયન પાવર લીફટીંગ ચેમ્પિયનશીપ માં પાકિસ્તાન ,શ્રીલંકા ,ઈરાન અફઘાનિસ્તાન ,ઇરાક યુએઈ સહીત ના દેશો ના ખેલાડીઓ એ ભાગ લીધો હતો જેમાં 52 કેટેગરી માં 150 કિલોગ્રામ વજન માં આ દેશો ના ખેલાડીઓ ને ટક્કર આપી ને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો શ્રેયાંશે ગોલ્ડ મેડલ હાંસલ કરતા ગ્રામજનો માં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી. શ્રેયાંશ બીજી ફેબ્રુઆરી ના રોજ દુબઇ થી પોતાના વતન પાંજરોલી ગામે પરત ફરતા સમસ્ત ગ્રામજનો એ પુષ્પવર્ષા અને ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કર્યું હતું શ્રેયાંશે ગોલ્ડ મેડલ હાંસલ કરતા તેને દેશ અને ગામનું નામ રોશન કર્યું હતું સાથે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ કે જેઓ એ શ્રેયાંશ ને સંપૂર્ણ સહકાર આપ્યો હતો તેઓ નો આભાર વ્યકત કર્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.