દારૂની ફેક્ટરીનો સંચાલક 48 કલાક પછી પણ પોલીસને નથી મળતો !
SMCએ દરોડો પાડી સ્થાનિક પોલીસનું નાક વાઢ્યું હતું છતાં બૂટલેગર પકડવામાં પણ પોલીસના ફાંફાં : ઝડપાયેલા બંને આરોપી રિમાન્ડ પર.
કુવાડવા પોલીસ સ્ટેશનથી 200 મીટરના અંતરે ગોડાઉનમાં ચાલતી નકલી દારૂ બનાવવાની ફેક્ટરીનો સ્ટેટ મોનિટરિંગ સેલે સોમવારે સાંજે પર્દાફાશ કરી બે શખ્સને ઝડપી લઇ સ્થાનિક પોલીસ હવાલે કર્યા હતા, લઠ્ઠાકાંડ સર્જાય તેવો નકલી દારૂ બનતો હતો અને છતાં સ્થાનિક પોલીસને ભણક પણ લાગી નહોતી, શહેર પોલીસના કહેવાતા જાંબાઝ અધિકારીઓની કાર્યક્ષમતાના લીરા ઉડાવતા આ કિસ્સામાં 48 કલાક પછી પણ દારૂની ફેક્ટરી ચલાવનાર મુખ્ય સૂત્રધાર પોલીસ પકડથી દૂર છે, ઝડપાયેલા બંને શખ્સને ત્રણ દિવસના રિમાન્ડ પર લઇ પોલીસે પૂછપરછ શરૂ કરી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.