રાજકોટમાં બે દિવસ બંધ રહેલ મહિલા વેપારીના મકાનમાંથી રૂા.3.12 લાખની ચોરી - At This Time

રાજકોટમાં બે દિવસ બંધ રહેલ મહિલા વેપારીના મકાનમાંથી રૂા.3.12 લાખની ચોરી


રાજકોટમાં જલજીત સોસાયટી શેરી નં.5 માં બે દિવસ બંધ રહેલ મહિલા વેપારીના મકાનમાં તસ્કરોએ ત્રાટકી કબાટમાં રાખેલ સોનાના દાગીના અને રોકડ મળી રૂ.3.12 લાખના મુદામાલની ચોરી કરી નાસી છૂટયાની ફરિયાદ માલવીયાનગર પોલીસ મથકે નોંધાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે રાજકોટના ગોકુલધામ મેઈન રોડ પર જલજીત સોસાયટી શેરી નં.5 માં રહેતાં ભાવનાબેન ધનજીભાઇ સરવૈયા (ઉ.વ.45) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં એક પુત્ર છે. તેઓ ઘરેથી ડેનીલ સીલેકસ નામની લેડીઝ તથા ચીલ્ડ્રનવેરની વસ્તુનું વેચાણ કરે છે. તેણીના પતિ તેનાથી અલગ અલગ સુરત તેના માતા સાથે રહે છે.
ગઇ તા.11/10/2023 ના તેણીની માતાની તબીયત નાદુરસ્ત હોય જેથી કોઠારીયા સોલ્વન્ટ રહેતાં તેમના નાના ભાઇ અમુભાઇ તથા ભાભી રૂપલબેનને મારા ઘરે મદદ માટે તેડાવેલ અને મારા ભાઇ તેની સાથે તેના સોના ચાંદીના ઘરેણા પણ લાવેલ અને તેમના સોના ચાંદીના ઘરેણા માતાની સારવારના ખર્ચને પહોંચી વડવા માટે મુથુટ ફાઇનાન્સમાં ગીરવી મુકવા હોય કબાટમાં રાખેલ હતા. બાદમાં ગઇ તા.13/10/2023 ના રોજ તેમની માતાનું સારવાર દરમ્યાન મરણ થયેલ હતું. જેમની અંતીમ વીધી માટે કોઠારીયા તેમના ભાઇના ઘરે બધા જતા રહેલ હતાં. બાદમાં ગઈ તા.18 ના તેઓ તેની પુત્રી સાથે પોતાના ઘરે કામ સબબ ગયેલ હતાં અને કામ પુર્ણ કરી ઘરને તાળુ મારી ભાઇના ઘરે જતા રહેલ હતાં.
બાદમાં ગઈકાલે રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે તેઓ તેની પુત્ર-પુત્રી સાથે પોતાના ઘરે આવી ડેલીનુ તાળું ખોલી અંદર જોતા પહેલા રૂમનુ તાળું જોવામાં આવેલ નહીં જેથી ઘરમાં રહેલ કબાટ ખોલી જોતા કબાટમાં અંદરના ખાનામાં રાખેલ સોના-ચાંદીના જોવામાં આવેલ નહી. કબાટના બોક્ષમાં સોનાની ત્રણ તોલાની હાસળી રૂ.1 લાખ, અડધા તોલાના સોનાના પાટલા રૂ.20 હજાર, બંગળી ફરતી રહેલ સોનાની ચીપ રૂ.1 હજાર, ચાર સોંનાની વીંટી રૂ.50 હજાર, સોનાની બુટી રૂ. 10 હજાર , એક દોઢ તોલાનો સોનાનો ચેઇન રૂ.50 હજાર, એક સોનાનુ ઓમ કાર રૂ.1000 તથા ચાંદીના છડા, ચાંદીનો કંદોરો, ચાંદીનુ મંગલ સુત્ર, ચાંદીની કડલી, ચાંદીના ઝુમખા વિગેરે મળી રૂ. 50 હજાર ના ઘરેણા તેમજ કબાટમાં રાખેલ પાકીટમાં રોકડ રૂ.30 હજાર મળી કુલ રૂ. 3.12 લાખનો મુદ્દામાલ જોવામાં આવેલ નહીં. બાદમાં તેઓએ આજુ-બાજુમાં તપાસ કરતાં મુદ્દામાલ મળી ન આવતાં કોઈ અજાણ્યા શખ્સો બંધ મકાનમાં ઘુસી કુલ રૂ.3.12 લાખનો મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યાની ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે અજાણ્યાં શખ્સો સામે ગુનો નોંધી પીઆઇ એ.બી.જાડેજાની રાહબરીમાં ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.