**ઝાલોદ તાલુકાના ખરવાણી ગામે ઘરની દિવાલ ધરાશાય થતા બે માસુમ બાળકીના મોત/અન્ય પરિવારના સભ્ય ઈજાગ્રસ્ત થયા ** - At This Time

**ઝાલોદ તાલુકાના ખરવાણી ગામે ઘરની દિવાલ ધરાશાય થતા બે માસુમ બાળકીના મોત/અન્ય પરિવારના સભ્ય ઈજાગ્રસ્ત થયા **


**ઝાલોદ તાલુકાના ખરવાણી ગામે મકાનની દિવાલ ધરાશાય થતા બે માસુમ બાળકીના મોત અન્ય પરિવારના સભ્ય ઈજાગ્રસ્ત થયા **
દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના ખરવાણી ગામમા હાલ ભારે વરસાદના પગલે ગતરોજ કાચા મકાનની દિવાલ ધરાશાય થતા બે માસુમ બાળકીઓના મોત નિપજયા તો પિતા પુત્ર ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમા સારવાર હેઠળ ખસેડાયા હતા ,
વધુ વિગત પ્રમાણે ઝાલોદ તાલુકાના ખરવાણી ગામના સંગાડા ફળિયામા કાચા મકાનની દિવાલ ધરાશાય થવાની અકસ્માતિક ઘટના સર્જાઇ હતી તેમા ઘરમા રાત્રિ દરમિયાન ઉઘતા પતિ પત્ની સહિત પાચ બાળકો કાચી માટીની દિવાલમા દબાઈ ગયા હતા, ત્યારે ઘટનાની જાણ આસપાસના રહીશોને થતા તેઓ બચાવ માટે મદદ અર્થે ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ દબાઇ ગયેલ લોકો ઉપરથી માટી દૂર કરી બહાર કાઠવામા આવ્યા હતા.જેમા મકાન માલિક મનુભાઇ ભુરાભાઇ ડામોર,તેમજ ( ૧૧ )વર્ષીય પુત્ર કિરણ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા,જ્યારે ઘરમા માતા પિતા સાથે નિંદર માણી રહેલ( ૭) વર્ષીય,જોસનાબેન તેમજ( ૫ )વર્ષીય, રોશનીબેન દિવાલની માટીમા દબાઈ જવાના ઘટના સ્થળે જ દુઃખદ કરુણ મોત નિપજયુ હતુ,ત્યારે ઘટનાની લીમડી પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે,


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image