લખતર વણા રોડ ઉપર નર્મદાની કેનાલ પાસે કોઈએ આગ લગાડતા લીમડા બાવળ સહિતના ઝાડ સળગી ગયા - At This Time

લખતર વણા રોડ ઉપર નર્મદાની કેનાલ પાસે કોઈએ આગ લગાડતા લીમડા બાવળ સહિતના ઝાડ સળગી ગયા


લખતર વણા રોડ ઉપર નર્મદાની કેનાલ પાસે કોઈએ આગ લગાડતા લીમડા બાવળ સહિતના ઝાડ સળગી ગયા
લખતર ગામ આજુબાજુ છેલ્લા 15 દિવસમાં જંગલ વિસ્તારમાં આગ લાગવાના બનાવમાં વધારો
લખતર સરધરા રોડ લખતર બજરંગપુરા રોડ સહિત લખતર ગામની આજુબાજુ આગ લાગવાના કે લગાડવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે લખતર બજરંગપુરા રોડ ઉપર આગ લાગતા આ આગ બેથી ત્રણ કિલોમીટરની લંબાઈમાં લાગતા અનેક લીલા ઝાડ બળી ગયા હતા લખતર સરધરા રોડ ઉપર ફોરેસ્ટ વિભાગની નર્સરી પાસે આગ લાગતા ફોરેસ્ટ નર્સરીથી મોતીસર તળાવના વેસ્ટવિયર સુધી બંને બાજુ આગ લાગતા અનેક લીલા ઝાડ સળગી ગયા હતા ત્યારે લખતર વણા રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલ પાસે આગ લાગતા લીમડા બાવળ સહિતના ઝાડ સળગી ગયા છે એક બાજુ સમગ્ર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે ફોરેસ્ટ વિભાગ દ્વારા સામાજિક વનીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી બાજુ લખતર ગામ આજુબાજુ આગ લાગવાના બનાવમાં વધારો થતા લીલા ઝાડ સળગીને ભડથુ થઈ રહ્યા છે ત્યારે આ આગ ક્યાં કારણોસર લાગે છે કે કોઈ લગાડે છે તે તપાસનો વિષય છે ત્યારે હાલમાં પડતી ગરમીને ધ્યાને લઇ પર્યાવરણ બચાવવાના ભાગરૂપે યોગ્ય તપાસ કરી લોકોને આગ લાગવાની સાચી જાણકારી આપવામાં આવે તે અત્યંત જરૂરી છે

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.