સિવિલમાં મહિલા સિકયુરીટી ગાર્ડ પર દર્દીના સગાનો હુમલો - At This Time

સિવિલમાં મહિલા સિકયુરીટી ગાર્ડ પર દર્દીના સગાનો હુમલો


શહેરની સિવિલ હોસ્પિટલમાં જનાના વિભાગમાં મહિલા સિકયુરીટી ગાર્ડ પર દર્દીના સગાએ હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી.અજાણ્યા શખ્સે મહિલા ગાર્ડના પેટના ભાગે પાટુ મારી દેતા તેમને ઈમરજન્સી વોર્ડમાં સારવાર લીધી હતી.આ અંગે મળતી વિગત મુજબ, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અવાર-નવાર હોસ્પિટલ સ્ટાફ, તબીબી સ્ટાફ સાથે દર્દીઓના સગાઓના ઘર્ષણની ઘટનાઓ બનતી રહે છે. જેમાં આજે પણ એક બનાવ બન્યો હતો.
જેમાં સિવિલ હોસ્પિટલના જનાના વિભાગમાં પૂનમબા નરેન્દ્રસિંહ ચુડાસમા (ઉ.વ.30) રહે.મવડી વિસ્તાર જીવરાજ પાર્ક, સામે લક્ષ્મણ ઝુલા ટાઉનશીપ મહિલા સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે તેઓ આજે રવિવારે 11 વાગ્યે જનાના બિલ્ડીંગમાં ત્રીજા માળે ફરજ પર હતા.ત્યારે એક શખ્સ તથા આવેલો અને પોતાના દર્દી અહી દાખલ હોવાનું કહીં દર્દી પાસે જવાનું કહેલું સિવિલ હોસ્પિટલમાં દર્દી પાસે તેના એકજ સગાને રહેવાનો નિયમ છે તપાસ કરતા શખ્સ જે દર્દીને મળવા આવેલ તે દર્દી પાસે અગાઉથી એક સગા હાજર હતા.જેથી પૂનમ બાએ આ શખ્સને અંદર નહી જઈ શકો તેમ જણાવ્યું હતું.
પરંતુ આવેલ શખ્સે ધરાર અંદર ઘુસવા પ્રયત્ન કર્યો હતો.પૂનમબાએ તેને અટકાવતા ઉશ્કેરાયેલા શખ્સે દેકારો મચાવ્યો હતો. અને પૂનમબાને પેટમાં પાટુ મારી ત્યાંથી નીકળી ગયો હતો.આ તરફ પેટમાં પાટુ લાગી જતા પૂનમ બાએ ઈમરજન્સી વિભાગમાં સારવાર લીધી હતી. જેની એમએલસી નોંધ લેવાતા પ્ર.નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.