તલોદ માં ઓવરબ્રિજ ની બંને બાજુ સર્વિસ રોડ બનાવવા માટે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ અને પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય શ્રી દ્વારા રજૂઆત કરવામાં આવી
*તલોદ માં ઓવરબ્રિજ ની બંને બાજુ સર્વિસ રોડ બનાવવા માટે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ અને પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય શ્રી દ્વારા રજૂઆત કરવામાં આવી*
*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*
તલોદ ખાતે આવેલ તલોદ મોડાસા રોડ પર અંદાજે 44 કરોડ ના ખરચે નિર્માણ થનાર રેલવે ઓવરબ્રિજ ની બંને બાજુ સર્વિસ રોડ બનાવવા માટે નવનિયુક્ત સાંસદ શોભના બેન બારૈયા,પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, તલોદ માર્કેટ યાર્ડ ના ચેરમેન સંજય ભાઈ પટેલે જીયું ડી સી ના એમ ડી બેનીવાલ અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.આ અંગે મળતી માહિતી મુજબ તલોદ મોડાસા રોડ પર 44 કરોડ ના ખર્ચે નિર્માણ થનાર રેલવે ઓવરબ્રિજ ના બન્ને બાજુ સર્વિસ રોડ બનાવવા માટે કોન્ટ્રાકટર ની ઘોર બેદરકારી ના કારણે વાહન ચાલકો ત્રાંસી ગયાં છે સર્વિસ રોડ પર પડેલ મસ મોટા ખાડા ના કારણે અકસ્માતો સર્જાતા હોય છે સર્વિસ રોડ પર થી દરરોજ હજારો વાહન ચાલકો પસાર થતા હોય આજુબાજુના ગામોમાં થી ખેડુતો માલ વેચવા માટે તલોદ માર્કેટ યાર્ડ મા આવતા હોય છે તાલુકા મથક હોવાથી સરકારી કામ અર્થે આવતા અરજદારો ને પણ સર્વિસ રોડ ના અભાવે ભારે હાલાકી વેઠવી પડે છે સર્વિસ રોડ બનાવવા માટેની પ્રજની માગ સંદર્ભે તલોદ શહેરના વિવિધ સંગઠનો દ્વારા મામલતદાર અને કલેકટર ને રજુઆતો કરવા છતા રજુઆતો તંત્રના બહેરા કાને સંભળાતી નથી.આ બાબતને સ્થાનીક કક્ષાએ થી સાંસદ શોભના બેન બારૈયા અને ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર ને રજૂઆત કરતાં સાસદે ગૂજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન ના મેનેજીંગ ડાયરેકટર આર. કે બેનીવાલ અને સર્વિસ રોડ બનાવવા માટે ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક સર્વિસ રોડ બનાવી પ્રજાને પડતી હાલાકી દૂર કરવા માટે રજૂઆત કરી છે.
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.