બોટાદ જિલ્લાના ચારેય તાલુકાઓમાં આરોગ્ય ટીમ તરફથી રોગ અટકાયતી કામગીરી પૂરજોશમાં - At This Time

બોટાદ જિલ્લાના ચારેય તાલુકાઓમાં આરોગ્ય ટીમ તરફથી રોગ અટકાયતી કામગીરી પૂરજોશમાં


(બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા)
આરોગ્યની ટીમ દ્વારા પાણીનું ક્લોરીનેશનની તેમજ જીવજંતુઓનો ઉપદ્રવ હોય તેવી જગ્યાએ ડસ્ટિંગની કામગીરી બોટાદ જિલ્લામાં ગત સપ્તાહમાં પડેલા ભારે વરસાદ બાદ સમગ્ર જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે બોટાદ જિલ્લાના ચારેય તાલુકાઓમાં આરોગ્ય ટીમ તરફથી રોગ અટકાયતી કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે ગામોમાં મચ્છરજન્ય રોગચાળો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા તેમજ પાણીજન્ય રોગચાળો જેવા કે ઝાડા, ઉલટી, કમળો, કોલેરા જેવા રોગો ન ફેલાય તે માટે આરોગ્યની ટીમ દ્વારા પાણીનું ક્લોરીનેશનની કામગીરી તેમજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથોસાથ ગામોમાં માખી, જીવજંતુઓનો ઉપદ્રવ હોય તેવી જગ્યાએ ડસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત આરોગ્ય શાખા દ્વારા દરેક ઘરની મુલાકાત લઈ જરૂરિયાત ક્લોરિન ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મચ્છરજન્ય રોગો ન ફેલાય તે માટે ઘરમાં વાપરવાના પાણી સ્ત્રોત ટાંકા, ટાંકી, બેરલ અન્ય પાણીના પાત્રમાં એબેટ કામગીરી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.