જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વીજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને રોડ સેફટી કાઉન્સીલ સહિત વિવિધ બેઠક યોજાઈ - At This Time

જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વીજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને રોડ સેફટી કાઉન્સીલ સહિત વિવિધ બેઠક યોજાઈ


જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વીજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને રોડ સેફટી કાઉન્સીલ સહિત વિવિધ બેઠક યોજાઈ
------------------
કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શન આપ્યું
------------------
ગીર સોમનાથ,તા.૩૦: જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે રોડ સેફટી કાઉન્સીલ, કાયદો અને વ્યવસ્થા, કોસ્ટલ સિક્યોરિટી અંગે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેક્ટરશ્રીએ ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે લેવાના થતા પગલાઓ તેમજ બ્લેકસ્પોટ, રોડ પર લાઈટ વગેરે વિશે મહત્વના વિભાગો સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

કલેક્ટરશ્રીએ રોડ સેફ્ટી સંલગ્ન કામગીરી સમીક્ષા કરી હતી તેમજ માર્ગ અકસ્માતનાં સ્થળોની તપાસણી, બ્લેક સ્પોટ્સ અન્વયે અકસ્માત ઘટાડવા માટેના પગલાં સહિત માર્ગ સલામતી અંગે કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.

જિલ્લામાં વર્તમાન કાયદા વ્યવસ્થાના દરેક પાસા તેમજ વિવિધ જાહેરનામા અન્વયે વિગતવાર વિહંગાવલોકન કરી કાયદા અને વ્યવસ્થાની વર્તમાન સ્થિતિ અંગેના વિગતવાર અહેવાલ વિશે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજાએ જિલ્લામાં કાયદા વ્યવસ્થા સારી રીતે સચવાઈ રહે તે માટે અધિકારીઓને મહત્વના સૂચનો કર્યા હતાં.

કોસ્ટલ સિક્યોરિટી અંતર્ગતની બેઠકમાં કલેક્ટરશ્રીએ ફિશરીઝ, પોલીસ, કોસ્ટગાર્ડ સહિત સંબંધિત વિભાગો વચ્ચે પરસ્પર સંકલન થકી સુદ્રઢ રીતે કામગીરી કરવા વિવિધ મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ સહિત આર.ટી.ઓ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, નેશનલ હાઈવે ઓથોરીટી સહીત સંલગ્ન વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.