હિંમતનગરમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી ની જન્મ જયંતી પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરાઈ
હિંમતનગરમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી ની જન્મ જયંતી પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરાઈ
હિંમતનગર :
ભારતની એકતા અને અખંડતા માટે પોતાના પ્રાણ ની આહુતી આપી તેવા મહાન રાષ્ટ્ર ચિંતક, શિક્ષણ વિદ્ અને ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મ જયંતી પ્રસંગે આજરોજ શહેરમાં મહાવીરનગર ચાર રસ્તા પાસે આવેલ પ્રતિમાને પાલિકા દ્વારા પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ જે. ડી. પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ કું.કૌશલ્યાકુવરબા પરમાર, ધારાસભ્ય વી.ડી. ઝાલા, પાલિકા પ્રમુખ યતીનબેન મોદી, શહેર પ્રમુખ વાસુદેવભાઈ રાવલ, ઉપપ્રમુખ અમૃત પુરોહિત, કારોબારી ચેરમેન સાવન દેસાઈ, અનિરુદ્ધ સોરઠીયા, નિર્મળાબેન પંચાલ, શૈલેષ ધુવાડ, બલવંતસિંહ દેવડા, સવજીભાઈ ભાટી, વિમલ ઉપાધ્યાય, હંસાબેન પિત્રોડા, રાજુ દેસાઈ, શશીકાંત સોલંકી, ડીકુલ ગાંધી, વર્ષાબેન મિસ્ત્રી, રાકેશ પટેલ, કાન્તાબેન પંડ્યા, જાનકીબેન, બીપીનભાઈ સહિત અન્ય સદસ્યો કાર્યકરો, મહેકમ વિભાગના વડા હેમંતભાઈ ધુવાડ સહિત પાલિકાના અન્ય કર્મચારીઓ હાજર રહેલ.
image.png
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.