કોંગ્રેસ દ્રારા લુણાવાડા વિધાનસભાની ચૂંટણીને લઇ મહત્વની મીટીંગ
વિધાનસભા ચૂંટણીને લઇ મીટીંગ યોજાઇ હતી. જેમાં એઆઈસીસીના ચેરમેન અને મધ્ય ગુજરાતના ઇન્ચાર્જ ઉષા નાયડુ તેમજ પંચમહાલ લોકસભાના પ્રભારી સત્યજીતસિંહ ગાયકવાડ તેમજ પંચમહાલ લોકસભાના સહ પ્રભારી મૃતુજાખાન પઠાણની અધ્યક્ષતાની આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટીની બેવડી નીતિ અને પ્રજાને પડી રહેલી મુશ્કેલીઓની વાતો કરવામાં આવી હતી તેમજ ભારતીય જનતા પાર્ટી પર આંકડા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં તમામે તમામ વિધાનસભા ક્ષેત્રો પર પોતાની પક્ષને મજબૂત કરી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં
કોંગ્રેસની બહુમતીથી સરકાર બને તે હેતુસર ગુજરાતના તમામે તમામ વિધાનસભા ક્ષેત્રોમાં કોંગ્રેસે છેલ્લા ૭૦ વર્ષમાં કરેલા કામો લોકોના ઘર સુધી પહોંચાડવાની વાતો સાથે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં ૨૭ વર્ષના કુશ શાસનમાં પ્રજાને ૫ડેલી મુશ્કેલીઓ નું ઘર ઘર સુધી કોંગ્રેસે કરેલા કામો અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગુજરાતની પ્રજાને થયેલી નબળી ૫રિસ્થિતિ બેરોજગારી મોંઘવારી જેવા અનેક પ્રશ્નો લઈ આ ગામે વિધાનસભા ઇલેક્શનમાં ગુજરાત કોંગ્રેસ તમામે તમામ વિધાનસભા ક્ષેત્રોમાં ઘર ઘર સુધી જઈ માહિતી આપી લોકોને વાકેફ કરશે. આ ચૂંટણી લક્ષી મિટિંગમાં મહીસાગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સુરેશભાઈ પટેલ ૨૦૧૯ ના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ સહિત કોંગી કાર્યકરો હોદ્દેદારો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.