બોટાદ જિલ્લા મઝદુર સંધ (બી.એમ.એસ),બોટાદની વાર્ષિક સામાન્ય સભા સહ જિલ્લા સંમેલન યોજાયું - At This Time

બોટાદ જિલ્લા મઝદુર સંધ (બી.એમ.એસ),બોટાદની વાર્ષિક સામાન્ય સભા સહ જિલ્લા સંમેલન યોજાયું


બોટાદ જિલ્લા મઝદુર સંધ (બી.એમ.એસ),બોટાદની વાર્ષિક સામાન્ય સભા સહ જિલ્લા સંમેલન યોજાયું

બોટાદ જિલ્લા મઝદુર સંધ (બી.એમ.એસ),બોટાદની વાર્ષિક સામાન્ય સભા સહ જિલ્લા સંમેલન યોજાયું.
ભારતિય મઝદુર સંધ સંલગ્ન બોટાદ જિલ્લા મઝદુર સંધનું જિલ્લા સંમેલન સહ સામાન્ય સભા ભારતિય મઝદુર સંધ,(ગુજરાત પ્રદેશ) ના પ્રદેશ ઉપાધ્‍યક્ષ અને મધ્‍યાહન ભોજન યોજના સંધના પ્રમુખ માન. રાજેન્‍દ્રસિંહ ચુડાસમાના અધ્‍યક્ષસ્‍થાને અને સમીરભાઇ એચ.જોશી (ગુજરાત પ્રદેશ મંત્રી), ચંદ્રીકાબેન સોલંકી (વિભાગમંત્રી,આંગણવાડી યુનિટ જુનાગઢ વિભાગ), દીલીપભાઇ વી. ખાચર (બોટાદ જિલ્‍લા આશા-આંગણવાડી પ્રભારી)ની ઉપસ્‍થિતિમાં બોટાદ હરણકુઇ વીસ્‍તારમાં લીલા લીમડા વાળા ધોબીના મેલડી માતાના મંદીર ખાતે યોજાયેલ.સદરહું સંમેલનમાં બોટાદ નગરપાલિકા, મધ્‍યાહન ભોજન યોજના, આંગણવાડી, ટેકસપીન બેરીંગ્‍સ લીમીટેડ, ગુજરાત સ્‍ટેટ ટ્રાન્‍સપોર્ટ અસંગઠીત ક્ષેત્ર તથા અન્‍ય વિભાગોના કામદાર/કર્મચારીઓ મળી આશરે ૧પ૦ થી વધારે સંખ્‍યામાં હાજર રહેલ.સભાની શરૂઆત સમીરભાઇ એચ.જોશી ધ્‍વારા શ્રમિકગીતથી કરાવેલ. તેમજ વર્ષ-ર૦ર૩ દરમ્‍યાનની બોટાદ જિલ્‍લા મઝદુર સંધની કાર્યવાહીની વિગતો તેમજ આવક-જાવકના હિસાબો રજુ કરેલ. જે હાજર સહુ કોઇ દ્વારા સર્વાનુંમતે બહાલ રાખેલ.દીલીપભાઇ વી ખાચર દ્વારા ભારતિય મઝદુર સંધના ઇતિહાસની વિગતો રજુ કરેલ. તેમજ રાજેન્‍દ્રસિંહ ચુડાસમા દ્વારા બીએમએસની નીતી રીતી અને નિષ્‍ઠાથી કામ કરવા અને અન્‍યાય સામે લડત કરવાની નેમ રાખવા પ્રેરણાદાયક વકતવ્‍ય આપેલ. તેઓએ જણાવેલ કે ભારતિય મઝદુર સંધ કોઇ વ્‍યકિતવાદથી ચાલતું સંગઠન નહી પરંતુ પરીવાર ભાવના અને રાષ્‍ટ્રહિત ઉદ્યોગહિત અને શ્રમિક હિતને ધ્‍યાને લઇ કામ કરતું બિનરાજકિય અને સભ્‍ય સંખ્‍યાની ગણતરીમાં વિશ્‍વનું મોટું સંગઠન છે. હાલ ભારતિય મઝદુર સંધની સ્‍થાપ્‍ના થયાંના ૭૦ વર્ષ પુર્ણ થવાની ઉજવણી દરમ્‍યાન વિવિધ વિભાગો, ઉધ્‍યોગો ના વધુને વધું કામદારો આ સંગઠન સાથે જોડાઇ તેની જવાબદારી દરેક કાર્યકરે સ્‍વીકારી આ સંગઠન ની શકિતમાં સતત વધારો કરવાની જવાબદારી આપણા સહુની છે. જયારે ચંદ્રીકાબેન સોલંકી દ્વારા આંગણવાડીના બ્‍હેનોના પ્રશ્‍નો અને તેના નિરાકરણ ને લગતી બાબતો તેમજ હાલ થોડા સમય પહેલા જ દિલ્‍હી ખાતેના બીએમએસના ધરણા કાર્યક્રમની વિગતો જણાવેલ. અને આ ધરણા ધરણા કાર્યક્રમના ફળ સ્‍વરૂપ આગામી દિવસોમાં આંગણવાડી બ્‍હેનોને કેન્‍દ્ર સરકારથી તરફથી પગાર વધારો મંજુર થવાની આશા વ્‍યકત કરેલ. આ સામાન્‍ય સભામાં બોટાદ જિલ્‍લા મઝદુર સંધના વર્ષ-ર૦૨૪ ના વિવિધ હોધ્‍દાઓ માટે નીચે મુજબના હોધ્‍દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ.રાજુભાઇ ડી.ડેરૈયા, જિલ્‍લા પ્રમુખ દિલિપભાઇ વી.ખાચર,આશા/આંગણવાડી, જિલ્‍લા પ્રભારી, આલકેશભાઈ અને.જોશી કાર્યકારી પ્રમુખ રાઠોડ ઉપપ્રમુખ ઉદયરાજ જે.ખાચર ખજાનચી કુલદિપભાઇ ડી.ધાધલ જિલ્‍લામંત્રી મહાવીરભાઇ ડી.ખાચર સહમંત્રી સાજીદભાઇ એમ.જોખીયા સંગઠન મંત્રીબાબુભાઇ વી.તલસાણીયા વિઠૃલભાઇ આર.સભાડ કિશોરભાઇ જે.લાલાણી
મનોજભાઇ આર.રાવલ હિતેશભાઇ પી.સીંગલ
રાજભાઇ જે.પરમાર દિપકભાઇ એસડાભી પાયલબેન હરેશભાઇ જીડીયા મહિલા મંત્રી ધર્મિષ્‍ઠાબેન એચ.મહેતા મહિલા સહમંત્રી રૂપલબેન પંડયા મહિલા સહમંત્રી કનકબેન બી.સાપરાવિશેષ આમંત્રિત સભ્‍ય
સભાના અંતિમ ચરણમાં શ્રી સમીરભાઇ જોશી દ્વારા તમામ કાર્યકર્તાઓનો આભાર વ્‍યકત કરેલ.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.